ફિલ્મી દુનિયા

11 મહિના 11 દિવસ બાદ ઋષિ કપૂર કેન્સરની સારવાર કરીને પરત ફર્યા ભારત- જાણો આવીને સીધા કોને મળવા ગયા

અભિનેતા ઋષિ કપૂર અમેરિકામાં કેન્સરનો ઈલાજ કરાવ્યા બાદ દેશમાં પરત ફર્યા છે. ઋષિ કપૂર ગયા વર્ષે કેન્સરની સારવાર અર્થે અમેરિકા ગયા હતા. ત્યારે 11 મહિના અને 11 દિવસ બાદ ઋષિ કપૂર મંગળવારે સવારે ભારત પરત ફરતા કપૂર પરિવાર દ્વારા તેનું જોર-શોરથી સ્વાગત કર્યું હતું.

ઋષિ કપૂરની પરત ફરવાની ખુશીમાં રણબીર કપૂરે તેની બહેન રિધિમાં કપૂર સાથે પિતાને સરપ્રાઈઝ આપી હતી. તો ઘરે પરત ફર્યા બાદ ઋષિ કપૂર તેના એક ઘરે પહોંચ્યા હતા. ઋષિ કપૂર તેના દોસ્ત અને સિંગર નીતિન મુકેશના ઘર પર ગયા હતા. નીતિના મુકેશના પુત્ર નીલ નીતિન મુકેશે ટ્વીટર પર તસ્વીર શેર કરી હતી.

આ તસ્વીરમાં ઋષિ કપૂર, નીતિન મુકેશના પુરા પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ ફોટોમાં નીલ નીતિન મુકેશની પુત્રી નુરવિ પણ જોવા મળી રહી છે. નીલ નીતિન મુકેશએ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, નુરવિ તેના બન્ને દાદા સાથે.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on


ઋષિ કપૂર વતન પરત ફરતા કપૂર પરિવાર સાથે તેના ફેન્સ પણ બેહદ ખુશ છે. ત્યારે ઋષિ કપૂર ફરીએક વાર ફિલ્મોમાં કામ કરાવવા ઈચ્છે છે. હાલ ઋષિ કપૂર 2 મોટા પ્રોજેક્ટ છે. થોડા સમય પહેલા ઋષિ કપૂરે કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં જિંદગીનો મતલબ સમજાયો છે.

 

View this post on Instagram

 

A post shared by rishi kapoor (@rishi_kapoor_rk) on

જણાવી દઈએ કે, ઋષિ કપૂરે ગયા વર્ષે તેના ફેમીલાના 2 મોટા સ્તંભને ગુમાવ્યા છે. તેની માતા કૃષ્ણા રાજ કપૂરનું ગત વર્ષે 1 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. ઋષિ કપૂર તેની માતાના અંતિમ સંસ્કારમાં પણ પહોંચી નહોતા શક્યા. આ વર્ષ મે મહિનામાં કપૂર ખાનદાનની સૌથી મોટી ધરોહર આર.કે સ્ટુડિયોને વહેંચવાની ફરજ પડી હતી.

 

View this post on Instagram

 

This simple ballon has so much Warmth Love and belonging 😍🥰😘

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂર અમેરિકામાં સારવાર દરમિયાન તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેતા હતા.  તેના બધા ટ્વીટમાં તે તેની પત્ની નીતુ કપુરની ઘણી તારીફ કરતા હતા.  તો પુત્ર રણબીર કપૂર પણ સમય-સમય પર પિતા સાથે રહેતો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks