ખબર ફિલ્મી દુનિયા

ઋષિ કપૂરની ખાસ 10 તસ્વીરો, જે જણાવે છે એક્ટરના જીવનની સફર

બોલિવૂડના મહાન કલાકાર ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. અગાઉ એમના ખરાબ સ્વાસ્થ્યને લીધે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.એમના મોટાભાઈ રણધીર કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, સાથે જ જણાવ્યું હતું કે એમની તબિયત સ્થિર છે, પરંતુ આજે સવારે જ નામાંકિત કલાકારે દુનિયાને અલવિદા કહી દીધી છે. એમના મૃત્યુથી આખા બોલિવૂડમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું કે હું બરબાદ થઇ ગયો છું.

ઋષિ કપૂરે એમની ફિલ્મોથી બધાને દીવાના કર્યા હતા. ઋષિ કપૂરના નાનપણની અમુક એવી તસ્વીર અહીં છે જેમાં તે ખુબ જ ક્યુટ લાગી રહ્યા છે. એક તસ્વીરમાં ઋષિ કપૂર પોતે લતા મંગેશકરના ખોળામાં બેઠેલા જોઈ શકાય છે.
આ તસ્વીર ખુદ ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર શેર કર્યો કરી હતી, જેમાં લતા મંગેશકર નાના ઋષિ કપૂરને પોતાના ખોળામાં લેતા નજર આવી રહ્યા હતા.

એ ઉપરાંત ઋષિ કપૂરની બીજી તસ્વીર પણ વાયરલ થઇ હતી જેમાં એક્ટરના ચહેરા પર ગુલાલ લાગેલો હતો. આ ફોટો એમની પત્ની અને અભિનેત્રી નીતુ સિંહના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જણાવી દઈએ કે ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહેતા હતા.
તે ઘણી વાર પોતાના વીડિયો અને ફોટો શેર કરી ચુક્યા છે. એક તસ્વીરમાં ઋષિ કપૂર એક્ટર અનિલ કપૂર, બોની કપૂર અને બીજા ઘણા મિત્રો સાથે કોકાકોલા પીતા નજર આવી રહ્યા હતા.

આપણે જણાવી દઈએ કે ઋષિ કપૂરે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી બોલિવૂડની દુનિયામાં પગ મુક્યો હતો. એમના ડેબ્યુ ફિલ્મના રોલ માટે ઋષિ કપૂરને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ પછી ફિલ્મ ‘બોબી’ માં નજર આવ્યા હતા, જેમાં એમણે ડિમ્પલ કાપડિયા સાથે મુખ્ય રોલ કર્યો હતો. આ ફિલ્મ માટે ઋષિ કપૂરને ‘ફિલ્મફેર બેસ્ટ એક્ટર’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 1973થી 2000ની વચ્ચે અંદાજે 92 ફિલ્મમાં રોમેન્ટિક એક્ટરનો રોલ ભજવ્યો હતો. જેમાં 36 ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ હિટ રહી હતી. વર્ષ 2000 પછી ઋષિ કપૂર ઘણી વાર સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા.

જેમાં ‘હમ-તુમ’, ‘ફના’, ‘નમસ્તે લંડન’, ‘લવ આજ કલ’, ‘પટિયાલા હોઉસ’, ‘અગ્નિપથ’, ‘હાઉસફુલ-2’ અને બીજી ઘણી ફિલ્મો સામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.