અભિનેતા ઋષિ કપૂર માટે આગળના અમુક સમય દુઃખ ભર્યો રહ્યો હતો. તે ન્યુયોર્કમાં પોતાના કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા હતા. 9 મહિના સુધી ઈલાજ કરાવ્યા પછી તે કેન્સર મુક્ત થઇ ગયા છે. આવી મુશ્કીલ ઘડીમાં નીતુ કપૂર તેની સાથે રહી હતી. આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ ઋષિ કપૂર પોતાનો 67 મોં જન્મ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ ખાસ મૌકા પર આજે અમે તમને ઋષિ કપૂર અને નીતુ સિંહની લવસ્ટોરી વિશે જણાવીશું.

કપૂર ખાનદાનના લાડલા દીકરા ઋષિ કપૂર અને નીતુ સિંહની જોડી 70 ના દશકમાં દર્શકોને ખુબ પસંદ આવતી હતી. ફિલ્મોમાં કામ કરવાના સમયે બંન્ને વચ્ચે નજીકતા વધી અને બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ઋષિ કપૂરે ફિલ્મી કેરિયરની શરૂઆત 18 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટના સ્વરૂપે કરી હતી. પોતાના પિતાની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ઋષિ કપૂરે બાળ કલાકારનો કિરદાર નિભાવ્યો હતો.

ઋષિ કપૂરે 1973 માં આવેલી ફિલ્મ ‘બૉબી’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. 1974 માં ઋષિ કપૂરે નીતિ સિંહ સાથે ‘જહરીલા ઇન્સાન’માં કામ કર્યું હતું. સેટ પર જ ઋષિ નીતુ સાથે મસ્તી કરતા રહેતા હતા, બંન્ને વચ્ચેની આ જ મસ્તી ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ.

તે સમયે લાખો છોકરીઓના દિલ તૂટી ગયા હતા જયારે ઋષિ કપૂરે ખુલ્લેઆમ નીતુ સામે પોતાના પ્રેમને જાહેર કર્યો હતો. બંન્નેએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કરી અને 1980 માં લગ્ન કર્યા હતા. આ જોડી બોલીવુડમાં સૌથી ફેવરિટ અને રોચક જોડીઓમાંની એક છે.

ઋષિ અને નીતુની લવ સ્ટોરી એકદમ રોચક છે, ઋષિ કપૂરે પોતાન બહેનની વીંટી દ્વારા નીતુને પ્રપોઝ કર્યું હતું. તે સમયે નીતુની ઉંમર માત્ર 21 વર્ષની જ હતી.

જો કે તેના પછી બંનેએ લગાતાર ઘણી ફિલ્મો કરી હતી. જેમાં રફુ ચક્કર, દુસરા આદમી, કભી-કભી, અમર અકબર એન્થની જેવી ઘણી ફિલ્મોમાં આ જોડીને ખુબ પસંદ કરવામાં આવેલી છે.

ઋષિ અને તેના દીકરા રણબીર કપૂર બંન્નેની પહેલી ફિલ્મોમાં ટુવાલ નીચે પડી જવાનો સીન કરવામાં આવેલો છે. એક તરફ ફિલ્મ બૉબીમાં ઋષિ કપૂરના ટુવાલ નીચે પડી જવાનો સીન છે જયારે બીજી તરફ ફિલ્મ સાવરિયામાં પણ રણબીર કપૂરના ટુવાલ નીચે પડવાનો સીન કરવામાં આવેલો છે.

નીતુએ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઋષિ કપૂર એકદમ સખત અને સ્ટ્રિક્ટ બોયફ્રેન્ડ રહ્યા છે, ઋષિ નીતુને 8.30 પછી કામ કરવા માટેની પરવાનગી આપતા ન હતા. નુતિની માં ને તેનું અને ઋષિનું એક સાથ ફરવું પસંદ ન હતું. જ્યારે પણ બંન્ને ડેટ પર જતા ત્યારે નીતુની માં તેના કઝીનને પણ સાથે મોકલતી હતી.

પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં અભિનેત્રી રેખા પણ દુલ્હનની જેમ સજેલી જોવા મળી હતી. વિદાયના દરમિયાન રેખાએ જ નીતુને દરેક રીત-રિવાજો શીખવ્યા હતા. રેખાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી અને સાથે જ હેવી જવેલરી પહેરી રાખી હતી.

તસ્વીરમાં નીતુ સિંહ શરમાઈ રહેલી દેખાઈ રહી છે. રેખા સિવાય બબીતા પણ લગ્નમાં હાજર રહી હતી અને તેની પાસે કરિશ્મા કપૂર પણ બેઠેલી છે. આ સિવાય રેખાની બાજુમાં ફિલ્મમેકર અને સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલ પણ દેખાઈ રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં નીતુ સિંહે ઋષિ કપૂર સાથેની પોતાની પહેલી મુલાકાત વિશે જણાવતા કહ્યું હતું કે,”મારી ઋષિ સાથેની પહેલી મુલાકાત ખુબ જ ખરાબ રહી હતી. ઋષિને દરેક વખતે મને ચીઢવવાની આદત હતી. તેને લીધે તે ક્યારેય મારા વાળને ખેંચતા રહેતા હતા તો ક્યારેક મારા કપડા કે મેકઅપ પર કમેન્ટ કરતા રહેતા હતા”.

લગ્નના દિવસે એક કિસ્સો પણ થયો હતો. નીતુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના ભારે લહેંગાને લીધે બેભાન થઇ ગઈ હતી અને ઋષિ કપૂર પણ આટલી બધી ભીડ જોઈને બેભાન થઇ ગયા હતા. ઋષિ કપૂરને જાન નીકળવાના સમયે ઘોડા પર ચઢતા પહેલા જ ચક્કર આવવા લાગ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks