ખબર ફિલ્મી દુનિયા

હાથમાં માળા, આખોમાં આસું, પત્નીએ એવી રીતે આપી રિશી કપૂરને વિદાઈ, બધાની આખો થઈ ગયી નમ

રિશી કપૂર નું ગુરુવારે સવારે ૮ વાગ્યે ને ૪૫ મિનિટે મુંબઈ ના એચ.એન રિલાઅન્સ ફોઉન્ડેશન હોસ્પિટલ માં મૃત્યુ થઇ ગયું . ૬૭ વર્ષ ના રિશી કપૂર ની અંતિમ યાત્રા હોસ્પિટલ થી શરૂ થઇ.એમ્બ્યુલન્સ દ્વારા એમની બોડી ને મુંબઈ ના કાલબાદેવી માં આવેલ ચંદન વળી સ્મશાન ગૃહ લઇ ગયા જ્યાં એમનો અંતિમ સંસ્કાર થયા આ દરમિયાન પત્ની નીતુ કપૂરે માલા પહેરાવી ને પતિ ને અંતિમ વિદાઈ આપી હતી. પુત્ર રણબીર કપૂર અને તેનો નાનો ભાઈ રાજીવ પણ સાથે હતા

પતિ રિશી કપૂર ને અંતિમ વિદાઈ દેતા રીતુ કપૂર, સાથે જ બાજુ માં એમના પુત્ર રણબીર અને ભાઈ રાજીવ કપૂર.

પતિ રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં ખુબ રડી નીતુ કપૂર,નણંદ રીમા જૈન એ ભાભી ને સાંભળી.

રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં બચ્ચન પરિવાર માંથી અભિષેક પણ પહોંચ્યા.

આલિયા ભટ્ટ , રીમા જૈન, અને આદર જૈન.

ફિલ્મકાર રાહુલ રવેલ પણ મિત્ર રિશી કપૂર ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યા.

પત્ની સાથે પહોચીયા અરમાન જૈન, અરમાન રિશી ની બહેન રીમા જૈન નો પુત્ર છે.

કરીના કપૂર , અરમાન જૈન સહીત કપૂર પરિવાર ના સભ્યો પણ રિશી કપૂર ની અંતિમ સંસ્કાર માં હાજર રહ્યા.

શશી કપૂર ના પુત્ર કુણાલ કપૂર પણ અંતિમ યાત્રા માં હાજર રહ્યા.

આ એમ્બ્યુલન્સ માં રિશી કપૂર નો પાર્થિવ દેહ હોસ્પિટલ થી સ્મશાન પહોંચ્યો.

છેલ્લા 100 વર્ષથી ફિલ્મ ઇન્ડરસ્ટ્રીમાં સક્રિય આ પરિવારનું સૌથી મોટુ નામ છે પૃથ્વી રાજ કપૂર. 1906માં પંજાબ પ્રાત(હાલનું પાકિસ્તાન)ના સમુદ્રીમાં જન્મેલા પૃથ્વી રાજ કપૂરે 1929માં સિનેમા ગિરી નામની ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે પૃથ્વી રાજ કપૂરનો પરિવાર ખૂબ જ રુઢીચુસ્ત હતો. પૃથ્વી રાજ કપૂરના પિતા બશશ્વરનાથ કપૂર પેશાવરમાં પોલિસ અધિકારી હતા.

પૃથ્વી રાજના ત્રણ દીકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ કપૂરે ભારતીય સિનેમામાં શો મેન તરીકે ઓળખવામાં આવે છે. રાજ કપૂરે અભિનયની સાથે નિર્માતા અને નિર્દેશકની ભૂમિકા ભજવી છે.

રાજ કપૂર અને ક્રિષ્ના કપૂરના ત્રણ દીકરા રણધીર, રિશી અને રાજીવ તથા રીતુ- રીમા નામની બે દીકરીઓ હતી. બે દીકરીઓ ફિલ્મોથી દૂર રહી છે. જ્યારે રાજીવે પ્રયત્નો કર્યા પણ તેને સફળતા ઓછી મળી. કામ માત્ર રણધીર અને રિશીને જ મળતુ હતું. તેમાં પણ સમય જ રિશીએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

રિશી કપૂરને ચોક્લેટી બોય અને લવર બોયની ઇમેજ મળી હતી. તેમને સિનેમા જગતમાં ખૂબ જ સફળતા મળી હતી. નીતૂ સિંહ સાથે પ્રેમ થયા બાદ તેની સાથે લગ્ન પણ કર્યા હતા. લગ્ન બાદ તેમના બે બાળકો છે. દીકરી રિધિમા અને દીકરો રણબીર કપૂર.

રિશી કપૂરે પોતાની પાછળ પોતાના બંને બાળકો અને પત્નીને છોડીને જતા રહ્યા છે. પરંતુ પત્ની અને બાળકો માટે સંપત્તિ છોડી ગયા છે. એક અનુમાન મુજબ, રિશી કપૂરની પાસે આશરે 250 કરોડ રુપિયાની સંપત્તિ છે.

પોતાના ફિલ્મી કરિયરમાં રિશી કપૂરે 90ના દાયકાથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રિશીને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલો છે. તે સમયે એગ્રી મેન હિરોની વચ્ચે ચોકલેટી હિરોની પોતાની ઇમેજ બનાવી હતી. તેમનો દીકરો રણબીર કપૂર પણ બોલિવુડનો સફળ અભિનેતા છે.જ્યારે દીકરી રિધિમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

શું બિમારી હતી?:
રિશી કપૂર ‘લ્યૂકેમિયા’થી પીડિત હતા. લ્યૂકેમિયાને લોહીનું કેન્સર કહેવામાં આવે છે. રિશી કપૂરને લ્યૂકેમિયા કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું હતું. જો કે, આ અગાઉ તેમણે એકાદ વર્ષ સુધી અમેરિકામાં પણ આ બિમારીનો ઇલાજ કરાવેલો.

આપણા લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને અમુકમાત્રામાં લસિકાકણો રૂધિરરસ(પ્લાઝમા)માં તરતા હોય છે. શ્વેતકણોનું કાર્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું છે. બહારથી શરીરમાં પ્રવેશતા વાઇરસ કે બેક્ટેરિયા જેવા પરોપજીવીઓ સામે શ્વેતકણો લડે છે અને શરીરને સુરક્ષિત રાખે છે.

Image Source

લ્યૂકેમિયાથી આ શ્વેતકણો જ પ્રભાવિત થાય છે. અસાધારણ માત્રામાં તેનું વિભાજન થવા માંડે છે અને સંખ્યા સતત વધવા લાગે છે. એટલી માત્રા સુધી વધી જાય છે, કે પછી સામાન્ય રક્ત કોશિકાઓ બનવામાં પણ અડચણ પડે છે! શ્વેતકણો મુખ્યત્વે અસ્થિમજ્જા (બોન-મેરો)માં બને છે. લ્યૂકેમિયાથી અસ્થિમજ્જા પ્રભાવિત થાય છે.

લ્યૂકેમિયાના ચાર પ્રકાર છે:

તીવ્ર માયલોજનસ લ્યૂકેમિયા : આ લ્યૂકેમિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે. વયસ્કો અને બાળકોને થઈ શકે છે.

તીવ્ર લિમ્ફોસાઇટિક લ્યૂકેમિયા : આ પ્રકારનો લ્યૂકેમિયા બાળકોમાં વધારે જોવા મળે છે.

ક્રોનિક માઇલોજેનસ લ્યૂકેમિયા : વયસ્કોને વધારે પડતા પ્રભાવિત કરે છે.

ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યૂકેમિયા : ૫૫ વર્ષથી વધારે વય ધરાવતા આધેડ-વૃદ્ધોને થવાનો ભય રહે છે. જો કે, આ બહુ ઓછો જોવા મળતો પ્રકાર છે.

Image Source

અહીં આપણે એક નજર આ એક્ટર દ્વારા વિવિધ ફિલ્મોમાં બોલાયેલા ડાયલોગ્સ પર કરીશું. અહીઁ રિશીના એ ડાયલોગ્સની વાત છે, જેના લીધે તેઓ લોકોની નજરમાં અમર છે:

“બાદશાહત ભાઈચારે કો નહી દેખતી!”

“તું સાથ હોકર ભી સાથ નહી હોતી, અબ તો રાહત મેં ભી રાહત નહી હોતી!”

“હર ઇશ્ક કા એક વક્ત હોતા હૈ, વો હમારા વક્ત નહી થા; પર ઇસકા યે મતલબ નહી કી વો ઇશ્ક નહી થા!”

“હમ સૈંકડો જન્મ લેતે હૈ : કભી પતિ-પત્ની બનકર, કભી પ્રેમી બનકર તો કભી અંજાને બનકર, લેકીન મિલતે જરૂર હૈ આખિર મેં. નહી મિલેંગે તો કહાની ખત્મ કૈસે
હોગી? ઇસે પ્યાર કહતે હૈ!”

“હમ આજ જો ફેંસલા કરતે હૈ વહી હમારે કલ કા ફેઁસલા કરેગા.”

“નવાજિશ, કરમ, શુક્રિયા, મહેરબાની – મુઝે બક્શ દિયા આપને જિંદગાની!”

“ગાલિબ! શરાબ પીને દે મસ્જિદ મેં બેઠકર, યા વો જગહ દિખા દે જહાઁ ખુદા ના હો!”

“દુનિયા કે સિતમ યાદ ના અપની હી વફા યાદ, અબ કુછ ભી નહી મુઝકો મહોબ્બત કે સિવા યાદ!”

“સભી ઇન્સાન એક જૈસે હી હોતે હૈ : વહી દો હાથ, દો પાંવ, આંખે, કાન, ચહેરા – સબકે એક જૈસે હી તો હૈ! ફિર ક્યો કોઈ એક…સિર્ફ એક ઐસા હોતા હૈ, જો ઇતના પ્યાર કરને લગતા હૈ કી અગર ઉસકે લિયે જાન ભી દેની પડે તો હસતે-હસતે દીજા શકતી હૈ!”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.