IPL 2024 પહેલા બાળકો સાથે ગલીમાં લખોટી રમતો જોવા મળ્યો ઋષભ પંત, વીડિયો જોઇ યાદ આવી જશે બાળપણના દિવસો

ગલીમાં બાળકો સાથે લખોટી રમતો ઋષભ પંતનો વીડિયો વાયરલ, ક્રિકેટરની સાદગીએ જીત્યુ ચાહકોનું દિલ

ગલીમાં બાળકો સાથે ઋષભ પંતે રમી લખોટી, તાંકીને નિશાનો લગાવતા ક્રિકેટરની સાદગીએ જીત્યુ દિલ

ભારતીય કીપર-બેટ્સમેન ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર છે, ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો ભોગ બનેલો ઋષભ પંત ઝડપથી સાજા થઈ રહ્યો છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બાળકો સાથે લખોટી રમતો જોવા મળે છે. આ પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે આ વર્ષે IPLમાં તે કમબેક કરશે.

આ વીડિયો ઋષભે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યો હતો અને તેની સાથે તેણે લખ્યુ હતુ- લાંબા સમય પછી. વીડિયોમાં ઋષભનો ચહેરો માસ્કથી અને માથું કેપથી ઢાંકેલુ જોવા મળે છે. આ વિડિયોને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે, જેને લાખોમાં વ્યુઝ મળ્યા છે. ઘણા યુઝર્સ વીડિયો જોઇ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એકે કોમેન્ટ કરી, ‘ઋષભ 2018ના શેપમાં પાછો આવી રહ્યો છે.’

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘યાદો…લાંબા સમય પછી આ ગેમ જોઈને આનંદ થયો.’ 30 ડિસેમ્બર 2022ના રોજ ઋષભ તેની મર્સિડીઝ કાર ચલાવી હોમટાઉન રૂડકી જઈ રહ્યો હતો. તે તેની માતા પાસે ન્યુ યર મનાવવા અને તેને સરપ્રાઇઝ કરવા જઇ રહ્યો હતો પરંતુ અચાનક જ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેની કારમાં આગ લાગી ગઇ હતી અને સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી.

જો કે, સમયસર વિન્ડો તોડીને તેને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં પંતને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તે આ ઈજાઓમાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. તેની સર્જરી પણ કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, પંત આગામી IPL 2024માં ‘દિલ્હી કેપિટલ્સ’ સાથે ક્રિકેટમાં વાપસી કરશે.

Shah Jina