RCBની છોકરીએ કરી દીધી કમાલ, રચ્યો ઇતિહાસ, જીત્યો WPL 2024નો ખિતાબ, RCBની જીત બાદ બેંગ્લોરમાં રસ્તા પર ઉતર્યા ચાહકો- જોવા મળી ગજબની દિવાનગી

WPL Final 2024: RCB એ રચ્યો ઇતિહાસ, પહેલીવાર જીત્યો ખિતાબ, સતત બીજીવાર તૂટ્યુ દિલ્લીનું દિલ- 8 વિકેટે હરાવ્યુ

RCBની છોકરીએ કરી દીધી કમાલ, રચ્યો ઇતિહાસ, જીત્યો WPL 2024નો ખિતાબ, RCBની જીત બાદ બેંગ્લોરમાં રસ્તા પર ઉતર્યા ચાહકો- જોવા મળી ગજબની દિવાનગી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઇટલ જીતી લીધુ છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ દિલ્હીને 8 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. RCBનું આ પહેલું ટાઈટલ છે. ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ દિલ્હી સતત બીજી વખત ફાઇનલ મેચમાં હારી ગયું.

પ્રથમ સિઝનમાં પણ દિલ્હીને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી RCBની ટીમે ફાઇનલ મેચમાં દિલ્હીને 113 રન સુધી સીમિત કરી દીધું હતું. 114 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી અમે કેપ્ટન સ્મૃતિ મંધાના-સોફી ડેવિને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી.

ફાસ્ટ બોલર શિખા પાંડેની 9મી ઓવરના પહેલા બોલ પર પેસર એલબીડબલ્યુ થઇ. તેણે 27 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. મંધાનાને મિનૂ મણીએ અરુંધતિ રેડ્ડીના હાથે કેચ કરાવીને આરસીબીને બીજો ઝટકો આપ્યો. મંધાના 39 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. એલિસ પેરીએ અણનમ 35 રન બનાવ્યા જ્યારે રિચા ઘોષ 17 રન બનાવીને અણનમ પરત ફરી.

આ પહેલા બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. વાસ્તવમાં, IPLમાં અત્યાર સુધી 16 સિઝન આવી છે અને RCB ટીમ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. વિરાટ કોહલીએ 2013 થી 2021 સુધી RCBની કેપ્ટનશીપ કરી છે. આ સમયગાળા દરમિયાન RCB માત્ર એક જ વાર IPL ફાઈનલ રમ્યુ છે.

અત્યાર સુધી RCB 3 વખત (2009, 2011, 2016) આઈપીએલ ફાઈનલ રમ્યું છે, પરંતુ દરેક વખતે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી સીઝનમાં જ RCBની મહિલા ટીમે ખિતાબ પોતાના નામે કર્યો. છોકરીઓની આ સફળતાએ પુરૂષ ટીમ પર પણ દબાણ બનાવ્યું છે. આઈપીએલમાં ત્રણ વખત ફાઈનલ રમવા સિવાય RCBની ટીમ 5 વખત પ્લેઓફ પણ રમી ચુકી છે.

પરંતુ દરેક વખતે આ ટીમ કમનસીબ સાબિત થઈ છે. કોહલીએ સુકાનીપદ છોડ્યા બાદ હાલમાં ફાફ ડુ પ્લેસીસ કમાન સંભાળી રહ્યો છે. છોકરીઓની આ સફળતા બાદ હવે ચાહકોને IPLમાં પણ આરસીબી પાસેથી ઘણી આશાઓ છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં કદાચ સૌથી વફાદાર ચાહકો છે.

લાંબા સમયથી કોઈ ટ્રોફી ન જીતી શકી હોય તેવી ટીમને દર વખતે ચાહકો ખૂબ જ ઉત્સાહથી સમર્થન આપે છે. પરંતુ હવે RCB મહિલા ટીમે ચાહકોને ટ્રોફીના રૂપમાં મોટી ભેટ આપી છે. મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) માં RCBએ દિલ્હી કેપિટલ્સને હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો.

RCBને ટાઈટલ જીતતા જોઈને ચાહકોમાં એક અલગ જ પ્રકારની દીવાનગી જોવા મળી. RCBની જીત બાદ બેંગ્લોરમાં ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં મોટી સંખ્યામાં ચાહકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર ચાહકો જોરજોરથી ‘RCB’ ના નારા લગાવતા જોવા મળ્યા. કોઈ ફ્રેન્ચાઈઝી માટે આવો ક્રેઝ તમને ભાગ્યે જ જોવા મળશે.

વિરાટ કોહલી એ પણ વિડીયો કોલ કરીને શુભેચ્છા આપી હતી જુઓ

Shah Jina