ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ સુરભી ચંદના હવે મિસમાંથી મિસિસ બની ગઈ છે. સુરભીએ કરણ શર્મા સાથે જયપુર નજીક સ્થિત ચોમુ પેલેસમાં લગ્ન કર્યા. લગ્ન બાદથી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સુરભી ચંદનાની ખાસ મિત્ર અને તેની ભૂતપૂર્વ કો-સ્ટાર માનસીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સુરભીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્રાઈડલ એન્ટ્રી લેતી જોવા મળી હતી.
જણાવી દઇએ કે, સુરભીએ તેના બ્રાઈડલ લુકને એકદમ યુનિક રાખ્યો હતો. ગ્રે અને પિંક કલર કોમ્બિનેશનના હેવી વર્ક લેહેંગા-ચોલીમાં સુરભિ ખૂબ જ સુંદર લાગી રહી હતી. સુરભી સાથે ટ્વિનિંગ કરતા કરણે ગ્રે શેરવાની પહેરી હતી. લગ્નની તસવીરોમાં કપલ એકબીજાને પૂર્ણ કરતા જોવા મળ્યા હતા.
સુરભીએ વરમાળાથી લઈને સિંદૂર દાન સુધીની ઘણી તસવીરો શેર કરી હતી. આ ઉપરાંત તે તેના યુનિક મંગળસૂત્રને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. લગ્નમાં સુરભિના ચહેરાની ચમક જોવાલાયક હતી, આ સાથે તેણે રડતા નહિ પરંતુ હસતા હસતા વિદાય લીધી હતી. તસવીરોમાં સુરભી અને કરણ રોમેન્ટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.
કરણ સુરભીને પ્રેમભરી નજરે જોતો જોવા મળે છે. જ્યાકે એક તસવીરમાં બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. બંનેના ફેરાની પણ તસવીર ખૂબ જ સુંદર છે. તસવીરો જોઇને જ અંદાજ આવી રહ્યો છે કે એક્ટ્રેસના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. જણાવી દઈએ કે, કરણ અને સુરભી બંને છેલ્લા 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે 2 માર્ચે બંનેએ તેમના સંબંધોને નવું નામ આપ્યુ.
આ કપલે ક્યારેય કોઈની સામે તેના સંબંધો જાહેર કર્યા નથી. લગ્નના થોડા મહિના પહેલા જ સુરભીએ કરણનો પરિચય કરાવ્યો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેમના સંબંધોને જાહેર કર્યા હતા. આ સાથે તેણે પોતાના લગ્નની પણ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે સુરભી ચંદના ટીવી શો ‘ઈશ્કબાઝ’થી ઘણી ફેમસ થઈ હતી.
આ સીરિયલમાં તેણે શિવાય ઓબેરોયની પત્ની અનિકાની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલમાં તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને લોકોએ તેનો રોલ ખૂબ પસંદ પણ કર્યો હતો. જો કે તેણે વર્ષ 2009માં શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ સિવાય તે ‘સંજીવની’, ‘નાગિન 5’, ‘શેરદિલ શેરગીલ’ જેવી બીજી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુરભી ચંદના OTT પર ડેબ્યુ પણ કરી ચૂકી છે. એક્ટ્રેસ વરુણ સોબતી સાથે સીરીઝ રક્ષક ઇંડિજાય બ્રેવ્સ ચેપ્ટર 2માં જોવા મળી હતી, આ સીરીઝ અમેઝોન મીની ટીવી પર સ્ટ્રીમ થઇ રહી છે.
View this post on Instagram