આજે મહાશિવરાત્રિ પર ભૂલેચૂકે ન કરતા આ 6 કામ, નહીં તો શિવજી કોપાયમાન થશે

દોસ્તો આજે 8મી માર્ચે મહાશિવરાત્રિનો મહા પર્વ છે. આ તહેવાર શિવ ભગવાનના ભક્તો માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે બધા જ ભક્તો શિવજીની પૂજા કરે છે. આ ખાસ દિવસે લોકો વહેલી સવારથી જ દેશભરના શિવ મંદિરોમાં દર્શન કરવા અને ભોલેનાથની પૂજા કરવા પહોંચી જાય છે. આ વખતે ભગવાન શિવની પૂજા કરવાનો સમય કયો છે અને ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી જેથી કરીને ભોલેનાથ પ્રસન્ન થાય?

આજના દિવસે ભૂલથી પણ કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. કારણ કે જ્યોતિષમાં પૂજા સમયે કાળા કપડાંને નિષેધ ગણવામાં આવ્યા છે. આથી આ દિવસે કાળા કપડાં પહેરવા અશુભ ગણાય છે.

શિવજીની પૂજા દરમિયાન ભૂલેચૂકે તૂટેલા ચોખા ચડાવવા જોઈએ નહીં. કારણ કે ચોખાને અક્ષત કહે છે અને અક્ષતનો અર્થ થાય છે-અટૂટ ચોખા. જે પૂર્ણતાનું પ્રતિક છે. આથી પૂજામાં આખા ચોખા ચડાવવા જોઈએ, તૂટેલા નહીં.

શાસ્ત્રો મુજબ ભક્તોએ શિવલિંગ પર જે પ્રસાદ ચડાવ્યો હોય ત ગ્રહણ ન કરવો જોઈએ કારણ કે તેનાથી દુર્ભાગ્ય આવે છે. આ સાથે જ જીવનમાં દરિદ્રતાનો વાસ થાય છે.

આજના દિવસે ભગવાન શિવ અને શિવલિંગ પર ભૂલેચૂકે કેતકી અને ચંપાના ફૂલો ચડાવવા જોઈએ નહીં. કારણ કે એવું કહેવાય છે કે આ ફૂલોને ભગવાન શિવે શાપિત કર્યા હતા. આથી આ ફૂલો ચડાવવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે.

ઘણા બધા લોકો શિવલિંગ પર બિલિપત્ર ચડાવતી સમયે અમુક ભૂલો કરી બેસતા હોય છે. આવામાં શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બિલિપત્ર ચડાવવા જોઈએ અને પાછળનો ભાગ તમારી બાજુ હોવો જોઈએ. આ સાથે જ તૂટેલા કે ફાટેલા બિલિપત્ર ચડાવવા જોઈએ નહીં.

ભગવાન શિવની પૂજામાં કંકુનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ભોલેનાથની પૂજામાં કંકુનો ઉપયોગ વર્જિત ગણવામાં આવ્યો છે. કંકુની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકો છો.

મહાશિવરાત્રિના દિવસે ભૂલેચૂકે ડુંગળી, લસણનું સેવન કરવું જોઈએ નહીં. આમ કરવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. દારૂનું પણ સેવન કરવાથી બચવું જોઈએ.

YC