‘એવું રમીશું કે કોઇ ભૂલી નહિ શકે..’ રોહિતની જગ્યાએ MIના કેપ્ટન બનતા જ હાર્દિક પંડ્યાની દહાડ…

‘એવું રમીશું કે કોઇ નહિ ભૂલી શકે’ IPL પહેલા MIના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભરી હૂંકાર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પરત ફરેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે કહ્યું કે તેની ટીમ આઈપીએલમાં એવી રમત બતાવશે જેને કોઈ ભૂલી નહિ શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા, પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડી દીધું અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો. તેણે 2015માં મુંબઈ માટે IPL ડેબ્યૂ કર્યુ હતુ અને આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલ રહી ચાર ટાઇટલ જીત્યા.

તે 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે કેપ્ટન તરીકે જોડાયો અને પહેલી જ સિઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સને જીતનો ખિતાબ અપાવ્યો. ત્યારે હવે પંડ્યા તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનેલ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ટીમ દ્વારા પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, ‘આ જર્સી પહેરવાનો અનુભવ અલગ છે.

અહીંથી જર્ની શરૂ થઈ અને હવે ઘરે પરત ફર્યો છું. તેણે કહ્યું, ‘અમે એવું રમીશું કે દરેકને ગર્વ થશે અને કોઈ ભૂલી શકશે નહીં.’ મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે કહ્યું, ‘હાર્દિક મારા કરતાં ચેન્જિંગ રૂમ વિશે વધુ જાણે છે. તે આગામી સિઝન માટે ઉત્સાહિત છે અને અમે તેના પુનરાગમન માટે ઉત્સાહિત છીએ. ટીમમાં કેટલાક નવા ચહેરા છે અને અમે ટૂંક સમયમાં લય પકડવાની કોશિશ કરીશું.’

Shah Jina