રસોઈ

મેથી રીંગણ તુવેરનુ શાક બનાવો હવે એકદમ સરળ ને દેશી રીત જોઈને….

શિયાળો આવેકે તરત જ બજારમાં લીલા ને તાજા શાક મળતા હોય છે. તો ચાલો આજે હેલ્ધી ને પૌષ્ટિક એવું રીંગણ, મેથી ને તુવેરનું શાક બનાવીએ, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને, આ શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું જ સ્વાદિષ્ટ પણ છે. ગરમા ગરમ રોટલી, કે પછી બાજરીના રોટલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો નોંધી લે જો રેસીપી ને આ શિયાળામાં જ એકવાર જરૂર ટ્રાય કરજો.

મેથી રીંગણ તુવેર નુ શાક બનાવા માટે સામગ્રી :

 • મેથી ની ભાજી 250 ગ્રામ
 • રીંગણાં 5 નંગ નાના
 • લીલી તુવેર 1/3 કપ
 • તેલ 2 ચમચી
 • આદુ ની પેસ્ટ 1ચમચી
 • હિંગ ચપટી
 • હળદર 1/4ચમચી
 • લાલ મરચું 1/2 ચમચી
 • ગરમ મસાલો 1/2 ચમચી
 • મીઠુ 1/2 ચમચી
 • ખાંડ 1/2 ચમચી

રીત: 
સૌપ્રથમ રીંગણ ને નાના નાના કાપી ને ધોઈ લો અને મેથી ની ભાજી ને પાણી ધોઈ ને સમારી લો અને પછી એક પેન લો એમાં તેલ એડ કરી આદુ લસણ ની પેસ્ટ એડ કરો પછી એમાં હળદર મરચું એડ કરો .
અને એમાં રીંગણ તુવેર એડ કરો અને મિક્સ કરી લો અને થોડી વાર ઢાંકી ને થવા દો .
અને પછી એમાં મેથી એડ કરો અને મિક્સ કરી મિક્સ કરી લો
અને 3 4 મિનિટ ઢાકીને મેથીને ચઢવા દો
પછી એમાં લાલ મરચું અને ગરમ મસાલો એડ કરો અને ખાંડ જો તમને ફાવે તો એડ કરજો થોડી વાર થવા દો તૈયાર છે.
મેથી રીંગણ નુ શાક અને તમે રોટલા રોટલી સાથે સર્વ કરી શકો છો
શિયાળા ની સીઝન માં જરૂર થી બનાવજો બઉજ ગુણકારી છે રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

રેસીપીનો વિડીયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો :


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો 
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

Author: GujjuRocks Team – Gujarati Kitchen 
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ