ખબર ફિલ્મી દુનિયા

રિયા અને તેના ભાઈને જામીન મળશે કે નહિ? આવી ગયો મોટો ફેંસલો- જાણો ફટાફટ

સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સને લઈને ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીની મુશ્કેલી ઘટવાને બદલે સતત વધી જ રહી છે. આજે મુંબઈ કોર્ટમાં તેના રિમાન્ડ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by kuch_khaashai (@kuch_khaashai) on

મુંબઈ અદાલત દ્વારા રિયા અને શૌવિક ચક્રવર્તીની ન્યાયિક રિમાન્ડને 20 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ડ્રગ્સ ખરીદવાને લઈને ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને 18 અન્ય આરોપીઓનો સમય આજે પૂરો થતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nashik Times (@nashiktimesonline) on

ગત સુનાવણીમાં વિશેષ અદાલત દ્વારા રિયા ચક્રવર્તીના રિમાન્ડ 6 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યા હતા. આ સિવાય રિયા ચક્રવર્તી તરફથી કરવામાં આવેલી જામીન અરજી પર પણ આજે હાઇકોર્ટ ફેંસલો લઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes) on

એનસીબી દ્વારા રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને 18 અન્ય આરોપીઓની જામીન અરજીનો વિરોધ નોંધાવી કહ્યું હતું કે, તેની જામીન અરજી નકારી દેવામાં આવે.

રિયા ચક્રવર્તી આ મામલે દોશી સાબિત થશે તો તેને 10 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે. સુશાંત સિંહ રાજપૂત મામલે એનસીબી ડ્રગ એન્ગલથી તપાસ કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.