ફિલ્મી દુનિયા

સુશાંતના મોત બાદ રિયા ચક્રવર્તીને મળી રહી છે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી, પોસ્ટ શેર કરતા લખ્યું કે- મને કાતિલ કહેવામાં આવ્યું હું ચૂપ રહી…

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે લગાતાર પોલીસ તપાસમાં જોડાયેલી રહે છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં લગાતાર સુશાંતથી જોડાયેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ટ્રોલ કરવામાં આવી રહી છે. સુશાંતના મોતના એક મહિના બાદ તેને ફીલિંન્ગસને લઈએં એક પોસ્ટ લખી હતી જે ફેન્સને પસંદ આવી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હાલમાં રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયામાં શેર કરીને જણાવ્યું હતું કે, તેને લગાતાર બળાત્કાર અને જાનથી મારવાની ધમકી મળી રહી છે.

રિયાએ સોશિયલ મીડિયા દ્વારા તેને જાનથી મારી નાખવાથી અને બળાત્કારની ધમકી આપનારાઓ સામે આઇટી સેલમાં ફરિયાદ કરવાની વાત કરી છે. થોડા સમય પહેલા શેર કરેલી એક પોસ્ટમાં રિયાએ લખ્યું છે – ‘મારા પર તમામ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે, હું ચૂપ રહી … મને ખૂની કહેવામાં આવ્યું, હું ચૂપ રહી … હું શરમથી ચૂપ રહી…’ .

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ ધમકી આપનાર વ્યક્તિને નિશાન સાધતા લખ્યું હતું કે. પરંતુ મારું મૌન તમને કેવી રીતે કહેશે કે જો હું આત્મહત્યા નહીં કરું તો મારી સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવશે. તમે જે કહ્યું તે ગંભીરતાનો તમને ખ્યાલ છે? કાયદા અનુસાર, તે ગુનો છે. હું ફરીથી કહું છું કે કોઈને પણ આ પ્રકારના ઝેરથી પરેશાન ન થવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ વધુમાં લખ્યું હતું કે, આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા હું સાયબર ક્રાઇમ સેલની મદદની વિનંતી કરું છું. પોસ્ટના અંતે તેણે લખ્યું હતું કે, હવે ઘણું બધું થઈ ગયું છે. હકીકતમાં, રિયાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જોકે આ પોસ્ટમાં પણ રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયાએ 14 જુલાઈના રોજ સુશાંત સિંહ રાજપૂત સાથે તેના રોમેન્ટિક ફોટા શેર કરતાં પોસ્ટમાં લખ્યું છે કે તે હજી પણ પોતાની લાગણીઓને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. રિયાએ તેની પોસ્ટમાં સુશાંતને યાદ કરતાં લખ્યું કે તમે જ તો છે જેણે મને પ્રેમમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું હતું. જણાવી દઈએ કે, સુશાંતે 14 જૂને પોતાને ફાંસી આપીને આત્મહત્યા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.