ફિલ્મી દુનિયા

NCBએ ડેટા રિકવરમાં કર્યો મોટો ખુલાસો, જણાવ્યું કે- ડ્રગ્સ માટે રિયા મમ્મીનો આવો સહારો લેતી અને પછી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ડ્રગ એન્ગલમાં રિયા ચક્રવતીની ધરપકડ કરીને ભાયખલા જેલમાં બંધ કરી દેવામાં આવી છે. દિવસે-દિવસે રિયાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એનસીબીને રિયાના ડ્રગ મામલે મોટી માહિતી મળી છે.

Image source

એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તી ડ્રગ્સ પેડલર્સ સાથે વાત કરવા માટે તેની માતા સંધ્યા ચક્રવર્તીના ફોનનો ઉપયોગ કરતી હતી. આ મોબાઈલ ફોનથી ઘણા લોકો સાથે ડ્રગ્સને લઈને ચેટ થઇ હતી. જેનો આખો ડેટા એનસીબી ટિમ પાસે છે. ઇડીએ જયારે ફોન માંગ્યો હતો ત્યારે રિયાએ મોબાઈલ ફોન આપ્યો ના હતો. તો એનસીબીએ રિયાના ઘરે તલાસી કરતા આ ફોન મળી આવ્યો હતો.

Image Source

પુછપરછ દરમિયાન ઇડીએ રિયાનો ફોન જપ્ત કર્યો હતો જેમાં ડ્રગ્સને લઈને થયેલી વાતચિત સામે આવી હતી. આ બાદ તલાસી લેતા રિયાના ઘરેથી વધુ એક મોબાઈલ મળી આવ્યો હતો. જેનો ડેટા રિકવર કરતા રિયાની વધુ ડ્રગ્સ ચેટનો ખુલાસો થયો હતો.
રિયા આ ફોનનો ઉપયોગ કરી રહી હતી. ઘણા લોકો સાથે રિયા આ ફોનથી જોડાયેલી હતી. ઘણા લોકો સાથે વોટ્સઅપથી પણ જોડાયેલી હતી. જેના સભ્ય પણ હાલ એનસીબીની રડારમાં છે.

Image source

એનસીબીએ સોમવારે રિયાના ભાઈ શૌવિકના ડ્રગ પેડલર્સ સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. ડ્રગ મામલે અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી ચુકી છે. તો બીજી તરફ રિયા 22 સપ્ટેમ્બર સુધી જેલના સળિયા પાછળ રહેશે. આ વચ્ચે  2 વાર રિયાની જામીન અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટ નકારી દીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.