ખબર ફિલ્મી દુનિયા

અભિનેતા સુશાંતના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ એન્ગલની તપાસમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી. રિયાની ગત 8 સપ્ટેમ્બરએ ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી હતી. આજે રિયાને લઈને બોમ્બે હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble) on

બોમ્બે હાઇકોર્ટ દ્વારા રિયા ચક્રવર્તીને જામીન આપ્યા છે. રિયા સિવાય અન્ય 2 આરોપીને પણ જામીન પર છોડવામાં આવ્યા છે. રિયાના ભાઈ શૌવિક અને અબ્દુલને જામીન મળ્યા નથી. બોમ્બે હાઇકોર્ટ દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી ફેંસલો લેવામાં આવ્યો હતો.

અદાલતે સવારે 11 વાગ્યે સુનાવણી હાથ ધરી હતી અને તુરંત જ તેનો ફેંસલો સંભળાવી દીધો હતો. રિયા સિવાય દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડા શામેલ છે. કોર્ટ રિયાના ભાઈ શૌવિક અને અબ્દુલની જામીન અરજી ફગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood News (@bollywoodnewscast) on

બોમ્બે હાઇકોર્ટ દ્વારા રિયાને શરતી જામીન આપ્યા હતા. રિયા ચક્રવર્તીએ એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. રિયાને પાસપોર્ટ જમા કરાવવો પડશે. આ સાથે જ મુંબઈથી બહાર જવા માટે પણ મંજૂરી લેવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by IBC24 (@ibc24.in) on

આ સિવાય કોર્ટ કહ્યું હતું કે, જેલની બહાર નીકળ્યા બાદ 10 દિવસ પોલીસ સ્ટેશનમાં તેની હાજરી આપવાની રહેશે. આ સિવાય તેને પાસપોર્ટ પણ જમા કરાવવવાનો રહેશે. આ સાથે જ તે અદાલતની મંજૂરી વગર વિદેશયાત્રા પણ નહીં કરી શકે અને તપાસ અધિકારીને જાણ કર્યા વગર મુંબઈ નહીં છોડી શકે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.