જાણવા જેવું

2999 રૂપિયા આપીને ઘરે લઇ આવો આ શાનદાર ઇલેક્ટ્રિક બાઈક, જાણો કઈ રીતે અને શું છે ખાસિયત

ભારત સરકાર વધતા પ્રદૂષણને કારણે ઇલેક્ટ્રોનિક વાહનો વધારવા ઉપર ભાર મૂકી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રિવોલ્ટ મોટર્સએ બે નવી ઇલેક્ટ્રોનિક બાઈક લોન્ચ કરી છે જેનું નામ છે Revolt RV300 અને Revolt RV400 છે. આ ભારતની પહેલી આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ ઇલેક્ટ્રોનિક બાઈક છે. આ બાઈક ખાસ કરીને યુવાનોની પસંદને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે.

Revolt RV 300:

Image Source

આ બાઈક 65 કિમીની ઝડપે દોડી શકે છે. આ બાઇકમાં 1.5KWની મોટર અને 2.7KWની બેટરી આપવામાં આવી છે. એકવાર ફુલ ચાર્જ કર્યા પછી આ બાઈક 80 થી 150 કિમી સુધી ચાલે છે.

Revolt RV 400:

Image Source

આ બાઈકમાં 3KWની મોટર લગાવવામાં આવી છે. આ બાઇકમાં આપવામાં આવેલી 3.24KW લિથિયમ આર્યન બેટરી એકવાર ફૂલ ચાર્જ થવા પર 156 કિમી સુધી ચાલે છે. આ બાઈકની ટોપ સ્પીડ 85 કિમીની છે.

આ બાઇકોને ચાર્જ કરવું ખૂબ જ સરળ છે. આ બાઇકને ઘરે સરળતાથી ચાર્જ કરી શકાય છે કેમકે આ બાઇકને ચાર્જ કરવાવાળો કેબલ 15 એમ્પીયરના પ્લગમાં પણ ચાલે છે. આ બંને બાઇકોને મોબાઈલ એપની મદદથી ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત એપની મદદથી તમે બાઇકને ચાલુ બંધ પણ કરી શકો છો.

Image Source

આ બાઇકના પેમેન્ટ વિશે કંપનીએ જણાવ્યું, ‘આ બાઈક માટે કોઈ ડાઉન પેમેન્ટની જરૂર નથી. અહીં ભાડે જેવો કોઈ પ્લાન નથી પણ ગ્રાહકને પહેલા દિવસથી જ આ બાઈકની માલિકી મળી જશે. આ બાઇકને ઓનલાઇન પણ બુક કરાવી શકો છો. આ માટે તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. Revolt RV 300 બાઈકને ખરીદવા માટે 2999ના 37 હપ્તા ભરવાના રહેશે. Revolt RV 400ની શોરૂમની કિંમત 1.29 લાખથી લઈને 1.49 લાખ સુધી છે.’

Image Source

દિલ્હીમાં આ બાઈક આવતા મહિનાથી મળવાની શરુ થઇ જશે. હાલમાં આ બાઈક દિલ્હીના ગ્રાહકોને જ મળી શકશે. પછી થોડા મહિનામાં દેશના બીજા ભાગમાં મળવાનું ચાલુ થશે. કંપની બેટરીમાં 8 વર્ષ અથવા 1.5 લાખ કિમિ સુધી વોરંટી આપશે. આ ઉપરાંત 3 વર્ષ અથવા 30 હજાર કિમિ સુધીમાં ફ્રી મેન્ટેન્નસનો ફાયદો પણ આપશે. બાઈકની 5 વર્ષ અથવા 75 હજાર કિમી સુધીની ફ્રી વોરંટી અને ફ્રી ઇન્શ્યોરંસ મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks