ખબર

કોરોનાએ દેશમાં તોડયા તમામ રેકોર્ડ, 24 કલાક કેસ અને મોતના આંકડા જોઈને ચોંકી ઉઠશો

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 46 હજારથી વધુ છે. દેશમાં કોરોના વાયરસના કારણે 1,571 લોકોના મોત નિપજ્યા છે.

Image Source

દેશમાં કોરોના વાયરસથી છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયા છે અને સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 46,476 થઇ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકોના મોત થયા છે. 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા પણ સૌથી વધુ છે. આની પહેલાં 24 કલાકમાં સૌથી વધુ 83 લોકોના મોત થયા હતા.કોરોના જેવી મહામારી 12,849 લોકો મ્હાત આપી ચુક્યા છે.

દર્દીઓનો રિકવરી રેટ સતત સુધરીને 27.40 ટકા થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણને ફેલાવતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન વધારીને 17 મે કરવામાં આવી છે. આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં 2.50 લાખ લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં આજે રાજ્યમાં કોરોના પોઝિટિવનાં 376 કેસો નોંધાયા છે. તો એક દિવસમાં 29 લોકોનાં મોત કોરોનાને કારણે નિપજ્યા હતા. જ્યારે એક દિવસે 153 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 5804 પર પહોંચી ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.