હનુમાનદાદાને દિલથી માનતા હોય તો જ વાંચજો
હનુમાન દાદાને કષ્ટભંજન માનવામાં આવે છે, કહેવાય છે દાદા પાસે દરેક કષ્ટોનું નિવારણ મળી રહે છે, તેથી ભક્તો ખુબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દાદાની પૂજા અર્ચના કરતા હોય છે અને એમાં પણ શનિવાર અને મંગળવારના દિવસે ખાસ હનુમાન દાદાની પૂજાનું મહત્વ છે.

મંગળવાર હનુમાન દાદાનો પૂજાનો દિવસ છે આ દિવસે કેટલાક એવા ખાસ કર્યો કરવામાં આવે છે જેના કારણે દાદાની કૃપા બની રહે છે અને આપણા મનના મનોરથ પણ પૂર્ણ થાય છે. જેમ પરણિત સ્ત્રીઓ સેંથામાં સિંદૂર લગાવી પોતાનઆ પતિની લાંબી ઉમર માટે પ્રાર્થના કરતી હોય છે તેમ હનુમાન દાદા પણ ભગવાન શ્રી રામ માટે પોતાના શરીર ઉપર સિંદૂર લગાવી પોતાની ભક્તિ અભિવ્યક્ત કરે છે.
રામભક્ત હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે મંગળવારે ખાસ કામ કરવું જોઈએ, જેનાથી દાદાની કૃપા તમારી ઉપર વરસાવશે.

ગાયને રોટલી ખવડાવવી:
ગાયને રોટલી ખવડાવવી એ શાસ્ત્રોમાં પુણ્યનું કામ માનવામાં આવ્યું છે અને એટલે જ આપણા ધર્મગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે પહેલી રોટલી હંમેશા ગાયની પરંતુ જો તમે મંગળવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાનો નિયમ ધારણ કરો છો તો હનુમાન દાદાની પણ તમારા ઉપર કૃપા બનેલી રહેશે.
શ્રીફળથી કરો આરાધના:
મંગળવારના દિવસે સવારે સ્વસ્થ થઈને દાદાના મંદિરે જવું અને હનુમાન દાદાને શ્રીફળ અર્પણ કરવું ઘણું જ શુભ માનવામાં આવે છે. શ્રીફળ હુન્દુ ધર્મમાં પવિત્ર ફળ છે અને તેના દ્વારા હનુમાન દાદાની આરાધના પણ થઇ શકે છે અને દાદા તમારી ઉપર પ્રસન્ન પણ થઇ શકે છે.

લાડુનો ભોગ ધરાવવો:
હનુમાનજીને લાડુ ખુબ જ પ્રિય છે. તેથી મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરતી વખતે લાડુનો પણ ભોગ ધરાવો, પોતાની પીરય વસ્તુથી આકર્ષિત થઈને દાદા તમારા ઉપર પ્રસન્ન થશે અને પોતાની કૃપા પણ વરસાવશે, પોતાના ભક્તની મનોકામના પણ પૂર્ણ કરશે.
બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો પાઠ:
મંગળવારના દિવસે હનુમાન દાદાના મંદિરમાં જઈને બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં પણ આવે છે કે 21 દિવસ સુધી જો બજરંગ બાણનો પાઠ નિયમિત કરવામાં આવે તો માથે આવી ચઢેલી તમામ મુશ્કેલીઓ દાદા દૂર કરે છે. હનુમાન ચાલીસા સાથે સુંદરકાંડનો પાથ પણ ખુબ જ લાભદાયક છે.