ખબર

રિલાયન્સ JIO એ તેના પ્લાનમાં ફેરફાર કર્યા, હવે મળશે એક્સ્ટ્રા ફાયદો…જાણો ફાયદાકારક વાત

Reliance Jioના આવ્યા પછી ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ઘણા બદલાવો આવ્યા છે. જે વિશે આપણે સૌ જાણીએ જ છીએ. થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 6 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. જેમાં jioનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. આ ક્રાંતિને કારણે જ 6 વર્ષોમાં ડેટા 95 ટકા સસ્તા થઇ ગયા છે.

હાલ દરેક કંપની સસ્તા ઇન્ટરનેટ ડેટાપેક ઓફર કરી રહી છે. માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે Reliance Jioએ પોતાના બધા જ જુના પ્લાન્સને અપડેટ કર્યા છે. જેના અંતર્ગત દરેક પ્લાન્સમાં ડેટા લિમિટ વધારી દીધી છે. હાલ Reliance Jio 19 રૂપિયાથી લઈને 9999 રૂપિયા સુધી પ્લાન્સ આપે છે.

Image Source

પહેલા Reliance Jioના ગ્રાહકોને 149 રૂપિયા, 349 રૂપિયા, 449 રૂપિયા અને 1699 રૂપિયાના પ્લાન્સમા રોજના 1 GB ડેટા મળતો હતો, જેને હવે અપડેટ કરીને રોજના 1.5 GB કરી દેવામાં આવ્યા છે. આ બધા જ પ્લાન્સમાં રોજના 100 એસએમએસ ફ્રી મળે છે. આ સિવાય અનલિમિટેડ લોકલ કોલ્સ, એસટીડી અને રોમિંગની સુવિધા આપવામાં આવે છે. રોજના ડેટાની લિમિટ પુરી થયા બાદ 64 kbpsની સ્પીડ પર પણ ઇન્ટરનેટ વાપરી જ શકાશે. આ પ્લાન્સની વેલિડિટી અનુક્રમે 28 દિવસ, 70 દિવસ, 84 દિવસ, 91 દિવસ અને 365 દિવસ છે.

જે પ્લાન્સમાં રોજના 1.5 GB ડેટા મળતો હતો એટલે કે 198 રૂપિયા, 399 રૂપિયા, 498 રૂપિયાના પ્લાન્સમાં હવે રોજના 2 GB ડેટા મળશે અને સાથે જ અનલિમિટેડ લોકલ કોલ્સ, અને રોમિંગની સુવિધા આપવામાં આવે છે. રોજના ડેટાની લિમિટ પુરી થયા બાદ 64 kbpsની સ્પીડ પર પણ ઇન્ટરનેટ કામ કરતુ રહેશે. આ પ્લાન્સની વેલિડિટી અનુક્રમે 28 દિવસ, 70 દિવસ, 84 દિવસ, 91 દિવસ અને 365 દિવસ છે. આ બધા જ પ્લાન્સમાં રોજના 100 એસએમએસ ફ્રી મળે છે. આ સિવાય અનલિમિટેડ લોકલ કોલ્સ, એસટીડી અને રોમિંગની સુવિધા આપવામાં આવે છે.

Image Source

પહેલા જે પ્લાન્સમાં 2 GB ડેટા મળતો હતો એમાં હવે 3 GB ડેટા મળશે. એટલે કે 28 દિવસની વેલીડીટીવાળા 299 રૂપિયાના પ્લાનમાં 2 GB ડેટાને બદલે હવે 3 GB ડેટા મળશે. આ જ રીતે 509 રૂપિયાના પ્લાનમાં રોજ 3 GB ડેટા 28 દિવસો માટે મળતો હતો, જે હવે 4 GB ડેટા મળશે. આ બધા જ પ્લાન્સમાં રોજના 10 એસએમએસ ફ્રી મળે છે. આ સિવાય અનલિમિટેડ લોકલ કોલ્સ, એસટીડી અને રોમિંગની સુવિધા આપવામાં આવે છે. રોજના ડેટાની લિમિટ પુરી થયા બાદ 64 kbpsની સ્પીડ પર પણ ઇન્ટરનેટ વાપરી જ શકાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.