ખબર

JIOની જોરદાર ઓફર : લેન્ડ લાઇન, બ્રોડબેન્ડ અને ટીવીનો કોમ્બોની કિંમત જાણીને ઝૂમી ઉઠશો

Reliance Jioની GigaFiber બ્રોડબેન્ડ સર્વિસ ટીવી અને લેન્ડલાઇન કૉમ્બોમાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, Reliance Jioનું લેન્ડલાઇન-બ્રોડબેન્ડ-ટીવી પેકેજ માત્ર 600 રૂપિયા પ્રતિ મહિનો ઓફર કરશે. જેની સાથે ઓછામાં ઓછા 40 ડિવાઇસ કનેક્ટ કરવાનો વિકલ્પ પણ મળશે. આ સિવાય Jio 1000 રૂપિયા સુધીમાં સ્માર્ટ હોમ સોલ્યુશન પણ ઉપલબ્ધ કરાવશે.

Image Source

એક રિપોર્ટ અનુસાર, Reliance Jio જલ્દી જ ટીવી અને લેન્ડલાઈન સર્વિસને GigaFiber પેકેજમાં સામેલ કરવાના છે. જે એક વર્ષ માટે ફ્રી રહેશે. જો કે ONT ડિવાઈસના ઇન્સ્ટોલશન માટે એકવાર 4500 રૂપિયા ડિપોઝીટ પણ કરાવવાના રહેશે. GigaFiber યુઝર્સને ફ્રી અનલિમિટેડ કોલ્સ મળશે. આ સિવાય ટીવી સર્વિસ IPTV પર આધારિત હશે.

Image Source

આ સિવાય Jio ટ્રિપલ પ્લે પ્લાન પણ લાવવાની તૈયારીમાં છે, જેના અંતર્ગત યુઝર્સને ફ્રી કોલિંન્ગ, જિયો હોમ સબ્સ્ક્રિપશન અને જિયો એપ્સનું ઍક્સેસ મળશે. જે 28 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ રહેશે, જેમાં 100GB ડેટા મળશે.

Image Source

હાલ Reliance Jio GigaFiber દ્વારા ગ્રાહકોને 100Mbpsથી લઈને 1Gbps સુધીની બ્રોડબેન્ડ સ્પીડ આપશે. હાલ Jio GigaFiberનો વિસ્તાર 1600 શહેરોમાં કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ સર્વિસને સંપૂર્ણ રીતે રોલ આઉટ થતા 2-3 મહિનાનો સમય લાગશે. આ પાછળનું કારણ છે કે જીઓને દરેક ક્ષેત્રોમાં લાસ્ટ મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવી પડશે અને આ પ્રક્રિયામાં સમય લાગશે.

Image Source

હાલ Jio Preview ઓફર અંતર્ગત કેટલાક પસંદગીના યુઝર્સ Jio GigaFiber સેવાનો ઉપયોગ કરી રહયા છે. આ સિવાય માટે યુઝર્સે 4500 રૂપિયા રજીસ્ટ્રેશન રકમ આપી છે. હવે જ્યા સુધી સેવા અધિકારીક રીતે લોન્ચ નહિ થાય ત્યાં સુધી યુઝર્સ આ સેવાને કોઈ પણ શુલ્ક ભર્યા વિના વાપરી શકશે. પરંતુ TRAIના આદેશ પછી જે પણ યુઝર આ સર્વિસ લેશે તેમને આવનારા પ્લાન્સ અનુસાર રકમ અદા કરવી પડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.