મનોરંજન

રેખાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને મુકેશ અગ્રવાલે આપ્યો હતો જીવ, જાણો એ રાત્રે શું શું થયેલું

આજે રેખા તેનો 65મોં જન્મદિવસ મનાવી રહી છે. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954માં ચેન્નાઈમાં થયો હતો. રેખા સાઉથ એકટર જૈમિની ગણેશનની પુત્રી છે. રેખાની માતા પુષ્પાવલ્લી તેલુગુ અભિનેત્રી હતી. રેખાના તેની જિંદગીમાં ઘણાલોક સાથે ડેટ કર્યું હતું. પરંતુ તેની મુકેશ અગ્રાવત સાથે મુલાકાત લગ્ન અને છૂટાછેડાનો કિસ્સો આજે પણ જાણીતો છે.

Image Source

વર્ષ 1990માં રેખાની મુલાકાત દિલ્લીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે થઇ હતી. તેની આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ બન્નેએ લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. મુકેશ અગ્રવાલ તેને તે સમયે તેના દમ પર બહુજ નામ કમાયું હતું. તે સમયે તે અગ્રવાલ હોટ લાઈનના માલિક હતા. બોલીવુડના બધા સેલિબ્રિટી તેની મહેમાનગતિ માણતા હતા.

Image Source

તો બીજી તરફ રેખાએ પણ ફિલ્મોમાં સારું એવું નામ કમાયું હતું. રેખા તે સમયે લગ્ન કરીને સેટલ થવા માંગતી હતી. મુકેશ અને રેખાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. બન્નેની મુલાકાતને 1 મહિના જેટલો જ સમય થયો હતો. ત્યારે મુકેશે રેખાને મુંબઈ જઈને પ્રપોઝ કરી દીધું હતું. તો આ તરફ રેખા પણ કોઈની તલાશમાં હોય તેને તુરંત જ હા પડી દીધી હતી. બન્નેએ તે સાંજે જ જુહુના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. બન્ને બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા ગયા હતા.

Image Source

પુસ્તકના આધારે રેખા જ્યારે વિનોદ મેહરા સાથે લગ્ન કરીને તેના ઘરે પહોંચી તો તેની સાસુએ તેને ઘરની અંદર આવવા માટેનું પણ કહ્યું ન હતું. તેની સાસુએ રેખાનું સ્વાગત કરવાને બદલે તેને ગાળો આપી હતી અને તેને મારવા માટે હાથમાં ચપ્પલ પણ ઉઠાવી લીધા હતા. રેખા દરવાજા પર જ ઉભી હતી અને તેની સાસુ તેને લગાતાર ગાળો આપી રહી હતી. એવામાં તેની સાસુએ વિનોદને પણ ઘરેથી ચાલ્યા જવાનું કહી દીધું હતું. આ સિવાય જ્યારે રેખા પોતાની સાસુને પગે લાગવા માટે નીચે જુકી તો તેની સાસુએ તેને ધક્કો મારીને દૂર કરી દીધી હતી. સાસુ દ્વારા પોતાનું આવું સ્વાગત જોઈને રેખા ખુબ જ દુઃખી થઇ ગઈ હતી. ત્યારે વિનોદે રેખાને સમજાવી કે તે પોતાના ઘરે ચાલી જાય અને અમુક સમય સુધી ત્યાં જ રહે.

મુકેશ અગ્રવાલની વાત કરવામાં આવે તો તેના એક મિત્રએ કહ્યું હતું કે, તે એક સારો માણસ હતો. પરંતુ તેની એક સમસ્યા હતી કે, તે બધાને બતાવવા માંગતા હતા કે, તેને દુનિયામાં ઘણું બધું હાંસિલ કર્યું હતું. મુકેશને રેખાનું લગ્નજીવન બહુ લાંબુ ચાલ્યું ના હતું. લગ્નના બે મહિના બાદ રેખાએ દિલ્લી જવાનું ઓછું કરી દીધું હતું. લાંબા સમય સુશી રેખાથી દૂર રહેવું સહન થતું ના હતું. મુકેશ ઈચ્છતો હતો કે, રેખા ફિલ્મો છોડીને તેની સાથે રહે. પરંતુ રેખા ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી.

Image Source

લગ્નના છ મહિના બાદ રેખાએ છૂટાછેડાની અરજી આપી હતી. રેખાએ મુકેશને એટલી ખરાબ રીતે લીધો હતો કે, તેને જીવન ટૂંકાવી નાખ્યું હતું. પરંતુ આ પહેલા મુકેશે રેખાને તેની જિંદગીમાં કોઈ હોવાનો અણસાર આપ્યો હતો.તે સમયે તે ડિપ્રેશનમાં હતો. આખરે2 ઓક્ટોબર 1990ના દિવસે મુકેશે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું. યાસેર ઉસ્માનના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, મુકેશે ઘણી વાર સુસાઇડની કરવાની કોશિશ કરી હતી.

રેખા તેની પર્સનલ લાઈફ અને એક્ટિંગ અને ડાન્સિંગ બાબતે વધુ ચર્ચામાં રહી છે.રેખાને બોલીવુડના ઘણા એક્ટરે સાથે અફેર હતું. પરંતુ સૌથી વધુ તેનું અમિતાભ સાથે અફેર ચર્ચામાં રહ્યું હતું.
અભિનેત્રી રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય થઇ ગયો છે, તેના ફિલ્મી સફરની સાથે સાથે તેના વ્યક્તિગત જીવનથી લઈને પણ ઘણીં એવી વાતો થઇ રહી છે. તેઓના જીવન વિશે તેઓના ફેન્સ પણ જાણવા માટે આતુર રહે છે પણ રેખા ના જીવનમાં એટલા ઉતાર-ચઢાવ આવ્યા છે કે તેને સમજવું આસાન નથી.પોતાની સુંદરતા માટે જાણવામાં આવતી રેખા ના જીવનમાં શૂટિંગ ના દરમિયાન એક એવો કિસ્સો બન્યો હતો કે તે સદમાં માં આવી ગઈ હતી. ફિલ્મ ‘અંજાન સફર’ માટે રેખા સેટ પર પહોંચી તો તેને એ વાતનો અંદાજો પણ ન હતો કે આવી રીતે કોઈ સીન શૂટ કરવામાં આવશે. રેખા એક રોમેન્ટિક ગીત ની શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી. નિર્દેશક એક્શન બોલ્યા અને એક્ટર વિશ્વજીત રેખા ની તરફ આગળ વધતા તેના હોઠને પોતાના હોઠમાં લઇ લીધા હતા.વિશ્વજીત રેખા ને બાહોમાં જકડીને લગાતાર કિસ કરતા જઈ રહ્યા હતા, રેખા તેનો વિરોધ પણ કરી શકતી ન હતી. વિશ્વજીત 5 મિનિટ સુધી રેખાને કિસ કરતા રહ્યા હતા. યુનિટના મેમ્બર્સની સીટીઓના અવાજ રેખાના કાનમાં પડ્યો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા, રેખાએ પોતાની આંખો બંધ કરી લીધી હતી.રેખાના જીવન સાથે જોડાયેલા આવા ઘણા કિસ્સાઓ યાસિર ઉસ્માન નું પુસ્તક ‘રેખા:દ અનટોલ્ડ સ્ટોરી’ માં કહેવામાં આવ્યા છે. જેમાં તેની સાથે થયેલા દગાથી લઈને સાસુથી મળેલી ગાળો સુધીની વાતો પણ શામિલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.