રસોઈ

ઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની મજા માણો …રેસિપી વાંચો

ભારતમાં ઘણી બધી ચાટ અને તીખી પૂરી  ટેસ્ટમાં ખૂબ લોકપ્રિય છે. એમાની આ પાપડી ચાટ એક છે. આ ચાટમાં પાપડી પૂરી ઉપર જ બટાકા, ચણા , મગ, અને સમારેલી ડુંગળીને રાખવામાં આવે છે, ને પછી ઉપરથી તીખી, ખાટી, મીઠી ચટણી ને દહી અને સેવ નાખી સર્વ કરવામાં આવે છે. આ પાપડી ચાટ નાની મોટી પાર્ટીમાં ગેસ્ટનાં સ્વાગતમાં સર્વ કરવાં માટેનો બેસ્ટ ઓપ્શન છે. બધી જે સામગ્રી અલગ અલગ બાઉલમાં મૂકી દેશો તો મહેમાનો જાતે પણ સર્વ કરી શકે છે. તો ચાલો આજે પાપડી ચાટ કેમ બનાવવું એ શીખીએ.

 • પૂર્વ તૈયારી : 20 મિનિટ
 • બનાવવાનો સમય : 20 મિનિટ
 • કેટલા લોકો માટે : 2

સામગ્રી :

 • 14 , પાપડી પૂરી,
 • 2/3 કપ કાબુલી ચણા,
 • ½, કપ, બાફેલાં મગ ,
 • ½, કપ, ઝીણી સેવ,
 • ½, કપ ઝીણી સમારેલી ડુંગળી,
 • 5 ટેબલ સ્પૂન ખજૂર આંબલીની ચટણી ,
 • 5,  ટેબલ સ્પૂન, લીલી ચટણી,
 • ½ કપ , દહી .

નોંધ :  દિલ્હી સ્ટાઈલનાં દહી પાપડી બનાવવાં માટે તમે પકોડીનો પણ ઉપયોગ કરી શકો છો. મગ અને ચણા બાફટી વખતે એમાં મીંઠું નાખવાનું ભૂલતા નહી,મીંઠું નાખવાથી તેનો ટેસ્ટ એકદમ નમકીન બની જાય છે.

રીત :

બધી જે ચટણીને બનાવીને એકબાજુ મૂકી દેવાની દો. ચાટ બનાવતાં પહેલાં બધી જે સામગ્રીને ભેગી કરીને એક બાજુ સાઇડમાં મૂકી રાખો. બે મોટી પ્લેટ અથવા થાળી લો. એમાં બંને પ્લેટમાં 7 7 પૂરી મૂકી દો. તમે પૂરી પાપડીને પ્લેટમાં મૂક્યાં પછી એનાં કટકા પણ કરી શકો છો.

એક બાઉલમાં બાફેલાં ચણા અને 2 ચમચા ગ્રીન ચટણી લો અને મિક્સ કરો.

બંને પ્લેટમાં પાપડીની ઉપર 1/3 કપ બટાકા અને ¼ કપ સમારેલી ડુંગળી ગોઠવી દો.

તેનાં ઉપર પ્લેટમાં 1/3 કપ કાબુલી ચણા એડ કરો.

હવે, બંને પ્લેટમાં તૈયાર ચાટ ઉપર ¼ બાફેલાં મગને એડ કરો.

ત્યારબાદ બંને પ્લેટમાં ¼ કપ દહી ઉમેરો.

હવે દહી ઉમેરી તૈયાર કેએઆરઇએલઇઇ ચાટ ઉપર 2, 1/2 ચમચા ખજૂરની ચટણી એડ કરો.

પછી પ્રત્યેક પ્લેટમાં ઉપર સેવ ઉમેરી ગાર્નિસ કરો.

ત્યારબાદ તૈયાર કરેલ પ્લેટમાં ગ્રીન ચટણી નાખી દો. તો તૈયાર છે તમારી પાપડી ચાટ. સર્વ કરો ને ચટપટી ચાટની મજા  માણો.

નોંધ : બધી જે ચટણીઓની માત્રા તમે તમારા માપ ને ટેસ્ટ મુજબ રાખી શકો છો. જો તમારે અલગ જ ટેસ્ટની બનાવવી હોય તો એમાં બાફેલી મકાઈ ને સમારેલાં ટામેટાં એડ કરી શકો છો. આ ચાટને વધારે ટેસ્ટી ને ચટપટું બનાવવાં લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks