રસોઈ હેલ્થ

ઘરમાં વધેલી રોટલીમાંથી બનાવો સ્વાદિષ્ટ વાનગી – વેજી પોપ્સ, નોંધી લો રેસિપી

આજે આપણે જોઇશું વાસી અથવા વધેલી રોટલીનો ઉપયોગ એક સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે કઈ રીતે કરવો. વાસી રોટલીના વેજી પોપ્સ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે.
તો ચાલો વાસી રોટલીના વેજી પોપ્સ બનાવવા માટે શું શું વપરાશે તે જોઈ લઈએ. સામગ્રી

 • 5 નંગ – વાસી રોટલી
 • 1/2 કપ – કોબીજ
 • 1/2 કપ – ઝીણું સમારેલું કેપ્સિકમ
 • 1/2 કપ – કપ છીણેલું ગાજર
 • 2 – 3 કપ – બ્રેડનો ભૂકો
 • 2 નંગ – ઝીણા સમારેલા લીલા મરચા
 • 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
 • 5 ચમચી – મકાઈનો લોટ
 • 1 ચમચી – લાલ મરચાનો પાવડર
 • 1 ચમચી – ગરમ મસાલો
 • 1 ચમચી – ચાટ મસાલો
 • મીઠુ – સ્વાદ મુજબ
 • તળવા માટે તેલ

રીત:સૌપ્રથમ રોટલીનો ભૂકો કરી લો. ત્યારબાદ તેમાં બધા જ વેજીટેબલ્સ એડ કરી લો.

ત્યારબાદ તેમાં મકાઈનો લોટ 2 ચમચી, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, અને 1 ચમચી ચાટ મસાલો એડ કરી લો.આ બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં 3થી 4 ચમચી પાણી અને 2થી 3 ચમચી તેલ નાખીને લોટ બાંધી લો.

હવે વેજી પોપ્સ બનાવવા માટે બંને હાથમાં તેલના બે-ત્રણ ટીપાં લઈને હાથને તેલવાળા કરી લો.ત્યારબાદ બાંધેલા લોટમાંથી રોટલીના લુવા જેટલું મિશ્રણ લો અને નાનો ગોળ આકાર આપી દો. આવી જ રીતે બધા બોલ રેડી કરી લો.

વેજી પોપ્સ તળતા પહેલા એક બાઉલમાં ત્રણ ચમચી મકાઈનો લોટ લઈશું અને તેમાં થોડું પાણી નાખીશું (મિશ્રણ થોડું પાતળું થાય એટલું પાણી નાખો) હવે તેમાં થોડું મીઠું (1/4 ચમચી) અને લાલ મરચું (1/4 ચમચી) નાખો.

હવે વારાફરતી બધા જ બોલને મકાઈના લોટના પાણીમાં ડુબાડી લો અને પછી બ્રેડના ભૂકામાં રગદોળીને બધા જ બોલને કવર કરી લો. વેજી પોપ્સ હવે તળવા માટે એકદમ તૈયાર છે.તેલ થોડું ગરમ થઈ જાય પછી બોલને વારાફરતી તરવા માટે મૂકો.

બોલનો કલર થોડો ગોલ્ડન થાય એટલે તેને બહાર કાઢી લો. હવે બધા જ બોલની ઉપર ટુથપીક લગાવી દો.સ્વાદિષ્ટ વેજી પોપ્સ તૈયાર છે. હવે આ વેજી પોપ્સને ટોમેટો સોસ જોડે ખાવ અને સ્વાદની મજા માણો.
છે ને એકદમ સરળ અને સ્વાદિષ્ટ વાનગી..? તમને કેવી લાગી એ અમને જરૂર જણાવજો…

Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks