આજે બધા લોકોને પંજાબી શાક ભાવતા હોય છે. પંજાબી શાકમાં પનીર આવશ્યક છે. પનીરવાળું શાક બધી જ ઉંમરમાં લોકોને પ્રિય હોય છે. પરંતુ બજારમાં મળતું પનીર બહુજ મોંઘુ હોય અપૅણ લેતા પહેલા વિચારતા હોઈએ છીએ. બજારમાં પનીરનો ભાવ આશરે રુપિયા 300ની આસપાસ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે બહાર જેવું પનીર તમે ઘરે પણ બનાવી શકો છો.
આવો જાણીએ પનીર બનાવવાની રીત:

સામગ્રી:
- ફૂલ ફેટ દૂધ: 2 લીટર
- લીંબુનો રસ : 1/4 કપ
અથવા - મીઠું : 1 ચમચી
- ખાટું દહીં : 1 કપ
પનીર બનાવવાની રીત :
સૌ પ્રથમ દૂધને ધીમી આંચે ગરમ મુકો.
ફૂલ ફેટ વાળું દૂધ હોય દૂધને સતત હલાવતા રહો.
દૂધમાં ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ ધીમે ધીમે નાખો. અથવા દૂધમાં મીઠું અને ધીમે-ધીમે દહીં નાખો.લીંબુ નાખ્યા બાદ દૂધ ધીમે-ધીમે ફાટવા લાગશે.
દૂધ ફાટી ગયા બાદ તેને કોટન અથવા મલમલના કપડામાં નાખીને નિતારી લો.
આ બાદ થોડી વાર પનીરને રાખીને તેના પર એક થાળીકે ડીશ ઢાંકીને તેના પર 40થી 45 મિનિટ સુધી વજનવાળી વસ્તુ રાખી દો. આ બાદ કપડાને કોળીને જોશો તો પનીરનો સ્લેબ તૈયાર હશે.

તૈયાર છે પનીર.
નોંધ:
પનીર બનાવતા જે વધેલું પાણી હોય તેનાથી પૂરીનો લોટ બાંધીને પુરી બનાવવાથી એકદમ પોચી બને છે.
આ પનીરને ઝીપ લોક બેગમાં 3થી 4 દિવસ સુધી અને ફ્રીજરમાં 1 મહિના સુધી રાખી શકો છો.
પનીરના લાભ:
પનીરમાં વધારે પ્રમાણમાં A, B અને E છે. આ સાથે જ પનીરમાં કેલ્શિયમ છે. જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય તે લોકો માટે પનીર ગુણકારી છે.
જે લોકોને ડિપ્રેશન અને કમજોરી મેહસૂસ થતી હોય તે લોકોએ જરૂર પનીર ખાવું જોઈએ. બાળકોના વિકાસ માટે વિટામિનની જરૂરિયાત હોય પનીર ગુણકારી છે. પનીર એક પ્રકારનું પ્રોટીન છે, જે પચવામાં એકદમ હલકું છે.

સવારે પનીરનું સેવન કરવાથી વજન ઘટે છે, તો બીજી તરફ રાતે પનીર ખાવવાથી વજન વધે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.