રસોઈ

ગરમીથી તરત રાહત મેળવવા માટે પીવો લીંબૂનું શરબત, જાણો કેવી રીતે પાંચ જ મિનિટમાં તૈયાર થશે હેલ્ધી ડ્રિન્ક

લીંબૂના શરબતને જો દેશી કોલ્ડડ્રીંક કહેવામાં આવે તો એમાં કશું જ ખોટું નથી. ઉનાળો આવી ગયો છે ત્યારે હવે લોકો તડકાથી બચવા માટે અને લૂ ન લાગી જાય એ માટે ઘણા પીણાઓ પીવાનું શરુ કરશે. ત્યારે જો લીંબૂ શરબતની વાત કરવામાં આવે તો લીંબુમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને સ્વાસ્થ્યને લાગતા તેના ઘણા ફાયદાઓ થાય છે કે આપણે વિચારી પણ ન શકીએ. લીંબૂ પાચનક્રિયામાં મદદ કરે છે, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે. અને ત્વચા માટે પણ લીંબૂ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો જોઈએ લીંબૂનું શરબત બનાવવાની રેસિપી –

એક નવી જ રીતે બનાવો લીંબૂનું શરબત

સામગ્રી

  • પાણી 2 ગ્લાસ
  • લીંબુ 1 નંગ
  • મીઠું 1/2 ચમચી
  • જીરું પાવડર 1/2 ચમચી
  • ખાંડ 2 મોટી ચમચી
  • તખમરીયા 2 ચમચી

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઈ લો એમાં પાણી એડ કરી લીંબુનો રસ એડ કરો
પછી આદુને છીણીને એડ કરો એમાં મીઠું, ખાંડ, જીરું પાવડર એડ કરી મિક્સ કરી લો
મિક્સ થઈ જાય એટલે તખમરીયા લઇ લો એને 10/15 મિનિટ પહેલા પાનીમાં પલાળી લેવા જેથી એ ફૂલી જાય
1 ચમચી ગ્લાસમાં એડ કરી એમાં લીંબૂનું શરબત એડ કરો સર્વ કરો તૈયાર છે એક નવી જ રીતે લીંબૂનું શરબત
ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો શરબત પીવાની ખૂબ જ મજા આવશે જરૂરથી બનાવજો

લીંબૂનું શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.