તમે ઉનાળામાં બદામ અને કેસર કુલ્ફી અથવા આઈસ્ક્રીમનો સ્વાદ ચોક્કસ માણ્યો હશે. પરંતુ બદામ, દૂધ અને કેસર મિક્સ કરીને બનાવવામાં આવેલ શેક શરીરને ઠંડક આપે છે અને સ્વસ્થ પણ બનાવે છે. બદામ અને કેસર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. એને દૂધ સાથે લેવામાં આવે તો વધુ ફાયદો થાય છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છે ટેસ્ટી અને હેલ્ધી બદામ શેક રેસીપી –
સામગ્રી
- બદામ છોલેલી 30 નંગ
- કસ્ટર પાવડર 2 ચમચી
- દૂધ 1 લિટર
- કેસર 1/2 ચમચી
- ખાંડ 5 મોટી ચમચી
- ડ્રાય ફ્રૂટ ગાર્નિશિંગ માટે
રીત
સૌપ્રથમ બદામને 5 કલાક પહેલા પલાળી લો અથવા તો ગરમ પાણીથી પલાળી લો જેથી છાલ ઉખડી જાય
પછી બદામને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો
દૂધને ધીમા તાપે ગરમ કરવા મૂકી દો અને સાથે સાથે 3 ચમચી જેવું દૂધ કસ્ટર પાવડરમાં એડ કરી મિક્સ કરી સ્લરી બનાવી લો
અને હવે દૂધની અંદર કેસર એડ કરો કેસરને અડધો કલાક પહેલા પલાળી લેવું મિક્સ થઈ જાય એટલે એમાં ખાંડ એડ કરી ગરમ થવા દેવું
ગરમ થઈ જાય એટલે એમાં બદામની પેસ્ટ એડ કરી લેવી ફરીથી હલાવી લેવું
દૂધ થઈ જાય એટલે એમાં કસ્ટર પાવડરની જે સ્લરી બનાવી હતી એને એડ કરો એડ કરતી વખતે દૂધને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠાના રહી જાય
થોડી વાર થઈ જાય એટલે મિક્સ કરી ગેસ બંધ કરી લો અને ફ્રીઝમાં મૂકી ઠંડુ કરી લેવું અને ઠંડુ થઈ જાય એટલે સર્વ કરો
તૈયાર છે બદામ શેક આ લોકડાઉનમાં ઘરે જરૂરથી બનાવજો રેસિપી ગમે તો તમારા ફેમિલી મિત્રો સાથે શેર કરજો
બદામ મિલ્ક શેક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.