IPL 2025 પહેલા CSKના ખેલાડીની બલ્લે બલ્લે ! રવીન્દ્ર જાડેજાએ કરી બતાવ્યો કમાલ- એક જ મેચમાં ચટકાવી 12 વિકેટ

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ પહેલા ગર્જયા રવીન્દ્ર જાડેજા, 12 વિકેટ લઇ ઠોકી પ્લેઇંગ XI માટે દાવેદારી

1 મેચમાં 12 વિકેટ….રવીન્દ્ર જાડેજાનો ચાલ્યો જાદુ, 50 બોલ પર ના બન્યા રન, 19 બોલ પર જીતી ગઇ ટીમ

રણજી ટ્રોફી મેચમાં ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સે ભાગ લીધો. જો કે રવિન્દ્ર જાડેજા સિવાય અન્ય ખેલાડીઓ નિષ્ફળ રહ્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ઓપનર યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, શ્રેયસ ઐયર અને શિવમ દુબેની સાથે શુભમન ગિલ પણ છઠ્ઠા રાઉન્ડની મેચમાં રમ્યા હતા પરંતુ આ બધા બેટ્સમેન બેટથી નિષ્ફળ રહ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટ બંનેથી પ્રભાવિત કર્યા.

તેણે મેચમાં 12 વિકેટ લીધી. જાડેજાએ રણજીમાં 19મી વખત અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36મી વખત 5કે તેથી વધુ વિકેટ લીધી છે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે, દિલ્હીએ યજમાન સૌરાષ્ટ્રને 12 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો, જે તેણે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 19 બોલમાં હાંસલ કરી લીધો હતો.

રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 12.2 ઓવરમાં એક ઓવર મેડન સાથે 38 રન આપી દિલ્હીના 7 ખેલાડીઓને આઉટ કર્યા જેમાં સ્ટાર બેટ્સમેન પંત અને કેપ્ટન આયુષ બડોનીની વિકેટનો સમાવેશ થાય છે. તેમની ઘાતક બોલિંગને કારણે દિલ્હીની ટીમ બીજી ઇનિંગમાં 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બીજી ઇનિંગમાં દિલ્હીના ફક્ત 3 બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા. બડોનીએ સૌથી વધુ 44 રનની ઇનિંગ રમી.

પહેલી ઇનિંગમાં એક રન પર આઉટ થયેલ પંત બીજા ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો. જાડેજાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરી ન હતી. તેણે પહેલી ઇનિંગમાં બેટથી 38 રન બનાવ્યા હતા. જાડેજાની શાનદાર બોલિંગને કારણે સૌરાષ્ટ્રે બીજા દિવસે દિલ્હીને 10 વિકેટે હરાવ્યું. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મુંબઈ માટે લગભગ 10 વર્ષ પછી રણજી ટ્રોફીમાં વાપસી કરનાર રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો.

Shah Jina
error: Unable To Copy Protected Content!