દર્શન રાવલ બાદ વધુ એક ફેમસ સિંગર બંધાયો લગ્નના બંધનમાં, મરુન લહેંગામાં ખૂબસુરત લાગી દુલ્હન- જુઓ તસવીરો

મશહૂર રેપર Emiway Bantaiએ કર્યા લગ્ન, દુલ્હનની તસવીર જોઇ ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટી ગુડ ન્યુઝ સામે આવી છે, સિંગર દર્શન રાવલ પછી હવે પ્રખ્યાત રેપર Emiway Bantaiએ પણ લગ્ન કરી લીધા છે. રેપરે પોતે ચાહકો સાથે તેના સીક્રેટ વેડિંગની ખબર શેર કરી. તેમના લગ્નના કેટલાક ફોટા પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. Emiway Bantai ને અચાનક વરરાજા બનતા જોઈને ચાહકો પણ ચોંકી ગયા.રેપર એ ઇન્સ્ટાગ્રામ પર એક કોલેબરેશન પોસ્ટ શેર કરી.

આ ફોટામાં તે ફ્લોરલ ડિઝાઇન કરેલી શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. સનગ્લાસ પહેરીને રેપરે તેની દુલ્હન સ્વાલિના સાથે લગ્ન કર્યા. સ્વાલીના મરૂન અને ગુલાબી રંગના મેચિંગ આઉટફિટમાં સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે, સ્વાલીના એક અભિનેત્રી, પ્રોફેશનલ મોડેલ અને લોકપ્રિય સંગીત કલાકાર છે. તેનું સાચું નામ Halina Kuchey છે.

તેનો જન્મ 1 જુલાઈ, 1995 ના રોજ ફિનલેન્ડમાં થયો હતો. તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. બંનેએ 2023માં સુપરહિટ ગીત ‘કુડી’ માં સાથે કામ કર્યું છે. તે વીડિયોમાં, ચાહકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ ગમી હતી. હવે, બંનેએ લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. લોકો તેમના લગ્નના ફોટા જોઈને આશ્ચર્યચકિત અને ખુશ પણ છે.

આ કપલના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે અને તેમને શ્રેષ્ઠ કપલ ગણાવી રહ્યા છે. એમીવે બંટાઇ હિપ હોપ કોમ્યુનિટીનો મોટો ચહેરો છે. તેનું ગીત ‘હિપહોપ’ ખૂબ મશહૂર થયુ હતુ અને ફિલ્મ ‘ગલીબોય’માં પણ તેણે પોતાની રેપિંગ સ્કિલ્સ બતાવી હતી.

એમીવે અને સ્વાલીનાએ હાલમાં જ લગ્ન કર્યા અને તેઓ હવે વાસ્તવિક જીવનનું કપલ બની ગયા છે. બંનેએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા જેમાં તેઓ પરંપરાગત ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

Shah Jina