બધા પાપ ધોવાઇ ગયા મારા…..મહાકુંભમાં ડૂબકી લગાવવી પહોંચી પૂનમ પાંડે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પળ-પળની અપડેટ
‘મારા બધા પાપ ધોવાઇ ગયા’, મૌની અમાસ પર પૂનમ પાંડેએ લગાવી મહાકુંભમાં ડૂબકી, બતાવ્યો ખૂબસુરત નજારો
હાલમાં દેશભરમાં મહાકુંભ 2025નો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મહાકુંભના ભવ્ય મેળામાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જેમાં મોટા સેલેબ્સથી લઈને વીઆઈપી અને સામાન્ય લોકો સામેલ છે. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલ લોકો પણ મહાકુંભમાં અમૃત સ્નાનનો લાભ લઈ રહ્યા છે.
મમતા કુલકર્ણીથી લઈને હેમા માલિની અને દિગ્દર્શક કબીર ખાને પણ મહાકુંભ 2025ના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. આ સીરિઝમાં હવે પૂનમ પાંડે પણ પહોંચી ગઈ છે મહાકુંભ- જણાવવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ પૂનમ પાંડે 2025માં મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી હતી. પૂનમ પાંડેએ પહેલા જ કેમેરા સામે કહ્યું હતું કે તે મહાકુંભમાં જશે.
હાલ પૂનમ પાંડેની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી લખ્યું – મારા બધા પાપ ધોવાઇ ગયા. પૂનમ પાંડેએ મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજમાં સંગમ કિનારે થયેલી નાસભાગ પર દુઃખ પણ વ્યક્ત કર્યું. આ ઉપરાંત તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું કે- મૌની અમાવસ્યાના દિવસે જે દુર્ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ છે. હજુ પણ અહીં લોકો હાજર છે, પહેલાની જેમ જ ભીડ છે. શક્તિ ઓછી થવી જોઈએ પરંતુ શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ. ઓમ નમઃ શિવાય.
પૂનમ પાંડેએ સંગમ કિનારે સ્નાન વખતે મહાકાલ લખેલ શર્ટ પહેર્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ પૂનમ પાંડે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી, સંગમ કિનારે હોડીમાં બેસીને પૂનમ પાંડેએ ગંગા-યમુનાના મોજા વચ્ચે પક્ષીઓને ખોરાક પણ આપ્યો હતો. આ દરમિયાન તેણે કપાળ પર તિલક લગાવ્યું હતું અને માથા પર કાળો દુપટ્ટો બાંધ્યો હતો.
View this post on Instagram