હોલિવુડ સ્ટારે પત્નીના નામે કરી 22,50,90,10,108 ની પૂરી સંપત્તિ, બોલ્યો- ‘પરિસ્થિતિ કેવી પણ રહી હોય…’
દીકરીઓની જગ્યાએ પત્નીના નામે કરી 22,50,90,10,108 ની સંપત્તિ, છૂટાછેડાની ધમકી આપનાર જુઓ
લગ્નજીવન સફળ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે ? એક તો પ્રેમ, બીજુ પરસ્પર સમજણ, ત્રીજુ વિશ્વાસ, ચોથું વફાદારી અને પાંચમું લચીલો સ્વભાવ. આ પાંચ બાબતો વિશે લગભગ બધા જાણે છે, પરંતુ ઘણા લવ બર્ડ્સ તેનો અમલ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. જો કે, હોલિવુડ સ્ટાર જેટ લી વિશે આવું ન કહી શકાય.
છેલ્લા 37 વર્ષથી સુખી લગ્નજીવન અને પારિવારિક જીવન જીવતા આ એક્ટરે થોડા સમય પહેલા એમ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે તેણે પોતાના 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 2250 કરોડ રૂપિયાની સંપત્તિ પત્ની નીના લીના નામે ટ્રાન્સફર કરી. આ એક એવું પગલું છે જેને નવી પેઢીના કપલ માત્ર જોખમી જ નહીં ગણે પણ મૂર્ખામીભર્યું પગલું પણ કહી શકે છે.
પરંતુ અભિનેતા દ્વારા સમજાવાયેલ આ પાછળનું કારણ આપણને જણાવે છે કે પ્રેમ કરવાનો અને તેને જીવનભર ટકાવી રાખવાનો ખરેખર શું અર્થ થાય છે. ઇન્ટરવ્યુમાં પોતાના નિર્ણય વિશે વાત કરતી વખતે જેટ લી ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે તેમની પત્ની હંમેશા તેમની પડખે ઉભી રહી.
સૌથી મુશ્કેલ સમયમાં પણ, તેણે ક્યારેય સાથ છોડ્યો નહીં. નીના તેના માટે બધું જ મેનેજ કરે છે અને આ જ કારણ છે કે તે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો અને આ પદ સુધી પહોંચી શક્યો. તેમને પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે. જેટ લીએ આ નિર્ણય કોઈ મજબૂરીમાં લીધો નથી. પરંતુ ફક્ત પત્નીના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક માર્ગ છે.
જેટ લીની પત્ની નીના લીની વાત કરીએ તો, તે મિસ એશિયા રહી ચૂકી છે અને તે ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ પ્રખ્યાત હતી. જેટ લી સાથે લગ્ન કર્યા પછી તેણે પોતાની કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે ઘરથી લઈને પરિવાર સુધી અને અહી્ં સુધી કે જેટ લીની અસિસ્ટન્ટની ભૂમિકા પણ ભજવી. પોતાની બુમિંગ કારકિર્દી છોડવાનો આટલો મોટો નિર્ણય લેવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલો નથી પણ નીનાએ આ બધું જેટ લી માટે કર્યું. આ અભિનેતા પોતાની પત્નીના આ બલિદાનને ક્યારેય ભૂલ્યા નહીં.