બોલિવુડ એક્ટર સાહિલ ખાનની વિદેશી પત્નીએ અપનાવ્યો ઇસ્લામ ધર્મ, વીડિયો પોસ્ટ કરી લોકોને આપી સરપ્રાઇઝ !
સાહિલ ખાને 26 વર્ષ નાની પત્નીનું કરાવ્યુ ધર્મ પરિવર્તન, મિલેનાએ અપનાવ્યો ઇસ્લામ, લોકો બોલ્યા- શું જરૂર હતી ?
તમારામાંથી મોટાભાગના લોકોએ શરમન જોશી અને સાહિલ ખાનની ફિલ્મ ‘સ્ટાઇલ’ અને ‘એક્સક્યુઝ મી’ જોઈ હશે. આ ફિલ્મ 2000 માં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ ફિલ્મોને કારણે અભિનેતા સાહિલ ખાનને ઘણી ખ્યાતિ મળી, પરંતુ સમય જતાં તે ફિલ્મી દુનિયાથી દૂર થવા લાગ્યો અને પોતાના વ્યવસાય પર વધુ ધ્યાન આપવા લાગ્યો. હાલમાં સાહિલ ખાન બોલિવૂડથી ઘણો દૂર છે અને વિદેશમાં પોતાનું જીવન માણી રહ્યો છે.
સાહિલ ખાને થોડા સમય પહેલા જ તેની 21 વર્ષીય ગર્લફ્રેન્ડ મિલેના એલેક્ઝેંડ્રા (Milena Alexandra) સાથે બીજા લગ્ન કર્યા, જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. લગ્નના સરપ્રાઈઝની સાથે સાહિલ ખાને આજે તેના ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપ્યું. સાહિલની પત્નીએ ઈસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે.
આ વિશે માહિતી આપતાં સાહિલ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી. જેમાં તેણે લખ્યું કે “મને એ જણાવતા ખૂબ ગર્વ થાય છે કે મારી પત્ની મિલેના એલેક્ઝેંડ્રા એ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. આ ખૂબસુરત સફર માટે અલ્હમ્દુલિલ્લાહ ! અલ્લાહ અમને માફ કરે અને અમારી દુઆઓ કબૂલ કરે આમીન.”
સાહિલ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે દુબઈ અને કતારમાં તેના જીમ અને પ્રોટીન પાવડરના વ્યવસાયને ખૂબ જ સારી રીતે વિસ્તારી રહ્યો છે. તે દરરોજ પોતાના ઉત્પાદનોનું માર્કેટિંગ પણ કરે છે. સાહિલ ખાન ઘણી વિદેશી મોડેલો સાથે ફોટોશૂટ કરાવે છે, જે તેના સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સાહિલ ખાન 41 વર્ષની ઉંમરે પણ પોતાને ખૂબ જ ફિટ અને એક્ટિવ રાખે છે.
જણાવી દઇએ કે, સાહિલ ખાને વર્ષ 2003માં નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા, તે સમયે તે તેના ફિલ્મી કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો, જેના કારણે તેના અને તેની પત્ની વચ્ચે કેટલાક મતભેદો ઉભા થયા અને વર્ષ 2005માં બંને અલગ થઈ ગયા. આ પછી સાહિલ ખાને લગભગ 20 વર્ષ સુધી લગ્ન ના કર્યા, પરંતુ 2024ના અંતમાં સાહિલ ખાને મિલેનાને તેની પત્નીનો દરજ્જો આપ્યો અને તેની સાથે લગ્ન કરી લીધા.
View this post on Instagram