મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનવા માટે 10 કરોડ રૂપિયા આપ્યા ? જુઓ શું કહ્યુ…

મમતા કુલકર્ણી 10 કરોડ આપી બની હતી મહામંડલેશ્વર ? એક્ટ્રેસે રડતા રડતા જણાવી હકિકત

એક સમયે શોબિઝમાં પોતાની સ્ટાઇલથી બધાને ક્લીન બોલ્ડ કરનારી મમતા કુલકર્ણીએ હવે સંન્યાસ લઇ લીધો છે. તે વર્ષો સુધી ફિલ્મઉદ્યોગ અને લાઈમલાઈટથી દૂર રહી. 24 વર્ષ બાદ ભારત પરત ફરેલી મમતા કુલકર્ણીને મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા. પરંતુ જ્યારે તેઓ મહામંડલેશ્વર બન્યા, ત્યારે લોકો ઓછા ખુશ અને વધુ નિરાશ થયા. ઘણા સંતો અને ઋષિઓએ પણ મમતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો.

જો કે, બાદમાં કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે તેમને આ પદ પરથી બરતરફ કર્યા. મમતા પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવવાનો આરોપ હતો. આમાં કેટલી સત્યતા છે તે અંગે મમતાએ પોતાનું મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે આ ખોટો આરોપ છે. તેની પાસે એટલા પૈસા નથી. તેણે કહ્યુ- 10 કરોડની વાત ભૂલી જાઓ, તેની પાસે 1 કરોડ રૂપિયા પણ નથી. મમતાએ કહ્યુ- સરકારે બેંક ખાતા ફ્રીઝ કર્યા છે, તમને ખબર નથી કે હું કેવી રીતે જીવું છું. મારી પાસે પૈસા નથી. મારા આંસુ આમ જ બહાર નથી નીકળતા.

મેં ઘણું બલિદાન આપ્યું છે. ગુરુજીને દક્ષિણા આપવાની હોવાથી મેં કોઈ પાસેથી 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. મમતાએ જણાવ્યું કે તેના ત્રણ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે અને તેમાં ઉધઈનો ઉપદ્રવ છે. કારણ કે તે છેલ્લા 23 વર્ષથી બંધ હતા. ભારત પાછા ફરતી વખતે તેણે કહ્યું- હું 23 વર્ષથી ભારત આવી નથી. મેં નક્કી કર્યું હતું કે મારા પર આરોપ લગાવનાર વ્યક્તિ સામેનો કોર્ટ કેસ પહેલા પૂરો થવો જોઈએ. ત્યારે જ હું ભારતમાં પગ મૂકીશ. મમતા કુલકર્ણીનું નામ પ્રચાર માટે આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું. મેં 23 વર્ષ સુધી તપસ્યા કરી છે. મેં 3 મહિનાથી ખાવાનું છોડી દીધું હતું.

હઠયોગનું પાલન કરીને, મેં આદિશક્તિને મારી સમક્ષ હાજર થવા માટે મજબૂર કરી. મેં આદિશક્તિને કહ્યું કે તું આવે ત્યાં સુધી હું ખાવાનું નહીં ખાઉં. હું 5 દિવસ સુધી પાણી વગર રહી. 15માં દિવસે ભગવતીની પૂજા કરવામાં આવી હતી. મમતા ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી છે. તેણે 1992માં ફિલ્મ તિરંગાથી ડેબ્યૂ કર્યું હતું. તેની સફળ ફિલ્મોમાં વક્ત હમારા હૈ, ક્રાંતિવીર, કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, બાજીનો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2000માં ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને તે ભારત છોડી વિદેશમાં સેટલ થઇ ગઇ હતી.

Shah Jina