Source : અમદાવાદની છોકરીનું બીજુ રુપ નવાઈ લગાડશે, એર હોસ્ટેસની નોકરી છોડીને નવી શરુઆતની ઈચ્છા જાગી
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ 2025 તેની દિવ્યતા અને ભવ્યતા ઉપરાંત અહીં આવનારા ભક્તો માટે પણ સમાચારમાં છે. તાજેતરમાં મહાકુંભમાં એક સુંદર સાધ્વી તરીકે ચર્ચામાં આવેલી હર્ષા રિછારિયા પછી હવે વધુ એક સુંદરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મહાકુંભ 2025માંથી એક એર હોસ્ટેસની તસવીરો અને વીડિયો ખૂબ ચર્ચામાં છે. તે ભગવા વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળે છે. દીઝા શર્મા નામની આ યુવતીએ આધ્યાત્મિકતા અપનાવીને સાધ્વી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
દીઝા અમદાવાદની છે અને ચે સ્પાઇસજેટમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. તેણે કહ્યું કે તેની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું, જેનાથી તેને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા મળી. આ વ્યક્તિગત ખોટને કારણે તેણે પોતાના જીવનની દિશા પર પુનર્વિચાર કર્યો અને આધ્યાત્મિકતા તરફ વળી. પોતાની આકાંક્ષાઓ હોવા છતાં દીઝાને સંતો તરફથી અવરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેણે ગુરુજી અને ગુરુમાતા સમક્ષ સાધ્વી બનવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તેને નાની ઉંમરને કારણે આવું ન કરવાની સલાહ આપી.
છતાં, તે આધ્યાત્મિકતાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. દીઝા શર્મા મહાકુંભમાં જ્યાં પણ જાય છે, ત્યાં આસપાસ ભીડ એકઠી થાય છે, જે સેલ્ફી લેવા માટે ઉત્સુક હોય છે. યુટ્યુબ ચેનલ પર તેનો ઇન્ટરવ્યુ પણ વાયરલ થયો છે, જેમાં તેણે હર્ષા રિછારિયા પર ટિપ્પણી કરી હતી. દીઝાએ કહ્યું કે તે હર્ષા જેવી બનવા માંગતી નથી અને ન તો તેના જેવી દેખાવા માંગતી છે. દિઝાને પોતાની દુનિયા ફરવાની ડ્રીમ જોબ મળી ગઈ પરંતુ હવે તે તેને છોડીને એક નવી શરુઆતનો નિર્ણય લેવા માગે છે.
અમદાવાદની એર હોસ્ટેસ દિઝા સંન્યાસ તરફ વળવા માગે છે, અને આ નિર્ણય તેણે પ્રયાગરાજમાં મહાકુંભમાંથી પરત પરત આવ્યા પછી લેવાનું નક્કી કર્યું. તેણે આગામી સમય વિશે વાત કરતા કહ્યુ- નજીકના ભવિષ્યમાં તે એર હોસ્ટેસની નોકરી છોડી દિક્ષા લઈ શકે છે એટલે કે સાધ્વી બનવા માગે છે. છેલ્લા 6 મહિનામાં તેના જીવનમાં એવા ઘણાં બદલાવો આવ્યા છે જે પછી તેણે ભગવાનની ભક્તિમાં લીન થવાનું નક્કી કર્યું. દિઝાએ કહ્યું કે, એર હોસ્ટેસ છોકરીઓની ડ્રીમ જોબમાંથી એક હોય છે, જે તેના માટે પણ હતી પણ હવે મન ભક્તિ તરફ વળી રહ્યું છે.
તાજેતરમાં જ માતાનું નિધન થયુ અને તે પછી તે ઘણી વ્યથિત થઇ ગઇ હતી. જો કે હવે તે ઈશ્વર જે માર્ગે લઈ જાય ત્યાં જવા માગે છે. તે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે અને પૂજા-પાઠ પણ કરે છે જો કે હવે સંપૂર્ણ રીતે આ જ કામ કરવાની ઈચ્છા રાખે છે. માતાના નિધનથી તે ભારે આઘાતમાં હતી અને આ સમયે સંબંધી કે મિત્રો કોઈ ઉભું રહ્યું નહિ.. આ સમય જોયા પછી થયું કે ભલે કોઈ ન હોય પરંતુ ભગવાન તો મારી સાથે જ છે. ત્યારે હવે કુંભમાં જઈને ભક્તિમય માહોલ જોયા પછી તે આગળના જીવન માટે મહત્વનો નિર્ણય લેવા માગે છે.