કોણ છે ઝારા યાસ્મિન ? યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયુ નામ, બોલ્ડ PHOTOS ને કારણે થઇ હતી આવી હાલત
ઘણા સમયથી મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા હતા કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છૂટાછેડા લેવાના છે. આ પછી, અફવાઓ ફેલાઈ ગઈ કે યુઝવેન્દ્ર આરજે મહવશને ડેટ કરી રહ્યો છે. જો કે, મહવશે આના પર પ્રતિક્રિયા આપી અને આ બધી અફવાઓનો અંત લાવી દીધો. હવે ક્રિકેટરનું નામ એક અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. એક્ટ્રેસ ઝારા યાસ્મિનનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ધનશ્રી સાથે લગ્ન પહેલા ક્રિકેટરે તેને પ્રપોઝ કર્યું હતું.
ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક મહિલા સાથે વાત કરતો જોવા મળે છે. આ મહિલા બીજું કોઈ નહીં પણ અભિનેત્રી ઝારા યાસ્મિન છે. રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝવેન્દ્ર એ તેને લાઈવ ચેટમાં પ્રપોઝ કર્યું હતું. જો કે, ઝારાએ હવે આ અફવાઓ પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે ખરેખર શું થયું ?
એક ઇન્ટરવ્યુમાં ઝારાએ આ વાતોને ખોટી ગણાવી અને કહ્યું કે યુઝવેન્દ્ર તેનો સારો મિત્ર છે. ફિલ્મીગ્યાન સાથે વાત કરતાં ઝારાએ કહ્યું કે લોકો કહે છે કે યુઝવેન્દ્ર એ લાઈવ સેશન દરમિયાન મને પ્રપોઝ કર્યું હતું પરંતુ એવું કંઈ નહોતું. આ કોવિડની વાત છે. અમે બંને લોકોને માસ્ક કેવી રીતે પહેરવા તે જણાવી રહ્યા હતા. અમે સાથે લાઈવ સેશન કરવાનું આયોજન કર્યું હતું.
ઝારાએ આગળ કહ્યું કે આ સમય દરમિયાન તે મને પૂછી રહ્યો હતો કે હું નોકરાણી વગર વસ્તુઓ કેવી રીતે મેનેજ કરી રહી છું. હું કેવી રીતે રસોઈ કરું છું ? બધું સામાન્ય રીતે થઈ રહ્યું હતું. બાદમાં મીડિયામાં તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. મેં હેડલાઇન વાંચી કે યુઝવેન્દ્રએ ઝારાને પ્રપોઝ કર્યું. જ્યારે આવું બિલકુલ નથી. યુવી ફક્ત મારો સારો મિત્ર છે. બે-ત્રણ મહિના પછી તેના લગ્ન થઇ ગયા હતા.
ઝારા યાસ્મિન કહે છે કે આ ખોટી અફવાઓને કારણે તેને શરમ આવી, ખાસ કરીને જ્યારે યુઝવેન્દ્ર ચહલના લગ્ન પછી આ વધુ ફેલાઈ. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. જો કે, હજુ સુધી કપલે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અટકળો ચાલુ છે.
ઝારાની વાત કરીએ તો તેનો જન્મ 1994માં આસામમાં થયો હતો. તે એક મોડેલ, એક્ટ્રેસ અને બિઝનેસમેન પણ છે. તેનું સાચું નામ રૂખસાર યાસ્મિન છે. તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. ઝારાએ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.
View this post on Instagram