છૂટાછેડા પર લૂટાઇ જશે યુઝવેન્દ્ર ચહલ, ધનશ્રી વર્માને મળશે 60 કરોડ ? બીજી બાજુ છલકાયુ ક્રિકેટરનું દર્દ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઇ ગયુ સેટલમેન્ટ ? આટલા કરોડમાં બની વાત !
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ સોશિયલ મીડિયા પર ખૂબ હેડલાઇન્સ મેળવી. એવી અટકળો છે કે ચહલ પર 60 કરોડ રૂપિયાની ભારે એલિમનીની માંગ છે, જો કે આ અફવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ચહલે પોતે આ અફવાઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને ન ફસાવવા અપીલ કરી છે. બીજી તરફ ધનશ્રીએ પાયાવિહોણા દાવાઓ ફેલાવતા અનામી ટ્રોલ્સની પણ ટીકા કરી છે.
આ આખી કહાની ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાથી શરૂ થઈ હતી અને હવે છૂટાછેડાની અટકળો સુધી પહોંચી ગઈ છે. ક્રિકેટરે વેલેન્ટાઇન ડે પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ડિસેમ્બર 2020માં ગુરુગ્રામમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત કોરોના મહામારી દરમિયાન થઈ હતી જ્યારે ચહલે ડાંસ શીખવા માટે ધનશ્રીનો સંપર્ક કર્યો હતો. પરંતુ હવે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ અનુસાર તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.
કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે છૂટાછેડા પછી ચહલે ધનશ્રીને ભરણપોષણ તરીકે 60 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો કે, સોશિયલ મીડિયા પર આ ફક્ત અટકળો છે. આની કોઈ નક્કર પુષ્ટિ થઈ નથી. છૂટાછેડાના સમાચાર પર ચહલ કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. ધનશ્રીએ ચોક્કસપણે પાયાવિહોણા દાવા ફેલાવનારા અનામી ટ્રોલ્સની ટીકા કરી છે પરંતુ તેણે છૂટાછેડા વિશે કંઈ કહ્યું નહીં.
વેલેન્ટાઇન ડે પર ચહલે લખ્યું- તમે જેવા છો તેટલા પૂરતા છો. કોઈને પણ તમને અલગ અનુભવ કરાવવા ન દો…ચહલે જાન્યુઆરીમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે તે તેના અંગત જીવન સાથે જોડાયેલી અફવાઓ પર નજર રાખી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતુ કે તે લોકોની જિજ્ઞાસાને સમજે છે, ખાસ કરીને તેના અંગત જીવન વિશે. પરંતુ તેણે બધાને આ અટકળોમાં ન પડવા વિનંતી કરી.
જણાવી દઇએ કે, એકબીજાને અનફોલો તો ઠીક પણ ચહલે ધનશ્રી સાથેના તેના બધા ફોટા પણ ડિલીટ કરી દીધા છે. જો કે, ધનશ્રીએ તેની સાથેનો કોઈ ફોટો નથી ડિલીટ કર્યો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ફક્ત સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. હાલમાં સત્ય શું છે તે તો બંનેમાંથી જ કોઇ કહી શકે.