સુરતના માંગરોળમાં વાંકલ-બોરિયા રોડ પર ધોળા દિવસે ખૂનીખેલ, યુવકે ચપ્પુથી યુવતીનું ગળું કાપતા મોત, યુવકે પણ હોસ્પિટલમાં દાખલ
માંગરોળમાં યુવતીનું છરીથી ગળું કપાતાં મોત:સાથે રહેલો પ્રેમી યુવક પણ લોહીલુહાણ હાલતમાં મળ્યો, છરી અને બ્લેડ મળ્યા; બંનેએ એકબીજા પર હુમલો કર્યો કે ત્રીજાનો હાથ?
સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે થોડા વર્ષો પહેલા સુરતમાંથી ગ્રીષ્મા હત્યાકાંડ સામે આવ્યો હતો, જેના જેવો મામલો હાલમાં માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર બન્યો. પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળુ કાપી હત્યા કરી નાખી અને મૃતદેહને રોડ પર ફેંકી દીધો. પ્રેમિકા વાહન લઈને જઈ રહી હતી અને આ દરમિયાન પ્રેમીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર પ્રેમીએ તેની પ્રેમિકાના ગળા પર ચપ્પુ મૂકી તેની હત્યા કરી નાખી, યુવતીને વધુ ઈજા પહોંચવાને કારણે તેનું મોત થયું હતુ. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચે એ પહેલા જ યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હોવાનું સામે આવ્યુ છે.
પ્રેમિકાનું ગળુ કાપ્યા પછી યુવકે પોતાની જાતને પણ ઈજા પહોંચાડી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બચી ગયો. જો કે યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને તેની સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલિસ એનુસાર, યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી. ઘટનાની જાણ મૃતકના પરિવારને કરવામાં આવી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો છે.
એવું સામે આવ્યુ છે કે બંને વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હોવાનું સામે આવ્યુ છે. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણી રહી હતી. બંને લગ્ન કરવા માંગતા હતા પણ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી હતી.