માત્ર 24 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતની જેમ ઘરે મૃત મળી આ મશહૂર એક્ટ્રેસ, આઘાતમાં ચાહકો

24 ની ઉંમરે કોરિયન એક્ટ્રેસ Kim Sae Ron નું મોત, ઘરમાં મળી લાશ

એક્ટ્રેસ Kim Sae-ron નું 24 ની ઉંમરે મોત, ઘરે મળી લાશ, છેલ્લી વાર જાન્યુઆરીમાં કરી હતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

સાઉથ કોરિયન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. લોકપ્રિય કોરિયન એક્ટ્રેસ Kim Sae Ron નું 24 વર્ષની વયે અવસાન થયું છે. 16 ફેબ્રુઆરીના રોજ તે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના મૃત્યુ પાછળના કારણ વિશે સંપૂર્ણ માહિતી હજુ સુધી સામે નથી આવી. અહેવાલ મુજબ પોલીસે પુષ્ટિ આપી છે કે અભિનેત્રી કિમ સે-રોન તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

તેના એક મિત્રએ ભારતીય સમય મુજબ બપોરે 1.20 વાગ્યે ફોન કરીને ઘટનાની જાણ કરી. નવીનતમ માહિતી અનુસાર, પોલીસ અભિનેત્રીના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે સમગ્ર કેસની સંપૂર્ણ તપાસ કરશે. પોલીસનું કહેવું છે કે અભિનેત્રી પર બળજબરીનો કોઈ સંકેત મળ્યો નથી. કિમ સે-રોન કોરિયન ડ્રામા ફિલ્મોમાં એક જાણીતું નામ હતું. તેણે ‘Listen to My Heart’, ‘The Queen’s Classroom’, ‘Hi! School-Love On’ જેવી કોરિયન ડ્રામા ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં લોકોને તેનો અભિનય ખૂબ ગમ્યો હતો.

કિમ સે રોને 2009માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ 2023માં રિલીઝ થયેલી નેટફ્લિક્સ સીરીઝ ‘બ્લડહાઉંડ્સ’થી કિમની લોકપ્રિયતા વધી. તેણે સીરીઝમાં Cha Hyeon Ju ની ભૂમિકા ભજવી હતી. તેની બીજી સીઝન પણ થોડા સમય પહેલા આવી હતી પરંતુ કિમ તેનો ભાગ નહોતી. વર્ષ 2022માં કિમ એક કોન્ટ્રોવર્સીનો શિકાર થઇ હતી. તે સિયોલમાં એક હાઇ-પ્રોફાઇલ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં સંડોવાયેલી હતી. જેના કારણે તેની પ્રોપર્ટી પર ખરાબ અસર પડી અને તેને કાનૂની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો.

તેને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં 20 મિલિયન વોન ($13,850) નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એપ્રિલ 2023માં તેણે સ્ટેજ પ્લેથી વાપસી ફરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે પાછળ હટી ગઈ. હવે અભિનેત્રીના ચાહકો અને સાથી કલાકારો તેના અચાનક મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.

Shah Jina