રણવીર અલ્હાબાદિયાની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, કહ્યું- ‘તેમના મગજમાં ગંદકી ભરેલી છે…’

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિવાદના કેસમાં રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની ધરપકડ પર રોક લગાવી દીધી છે. રણવીર અલ્હાબાદિયાના કેસની સુનાવણી દરમિયાન વકીલ ચંદ્રચુડે અગાઉના બે નિર્ણયો ટાંક્યા હતા, જેના પર ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે તપાસ અને ટ્રાયલ તમારા મુજબ ચલાવી શકાય નહીં. ન્યાયાધીશ સૂર્યકાંતે રણવીરને ઠપકો આપતા કહ્યું હતું કે તેણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી માતા-પિતા, વાલીઓ અને સમગ્ર સમાજ શરમ અનુભવે છે.

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે સમાજમાં આવા વર્તનને પ્રોત્સાહન આપી શકાય નહીં. કાયદો તેનું કામ કરશે. રણવીરના વકીલને ઠપકો આપતા ન્યાયાધીશે આગળ પૂછ્યું કે રણવીર પોલીસ સ્ટેશન કેમ નથી જઈ રહ્યો. વકિલ તેની જગ્યાએ કેમ ગયા ? ​​17 ફેબ્રુઆરીએ સમય રૈના અને અપૂર્વા મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. બંને ઇન્ફ્લુએન્સરોએ રાષ્ટ્રીય મહિલા આયોગ પાસેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની પરવાનગી માંગી હતી, જેને સ્વીકારવામાં આવી હતી.

NCWએ રણવીર અલ્હાબાદિયા, અપૂર્વા, આશિષ ચચલાણી અને તુષાર પૂજારીને 6 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો. આ દરમિયાન સમય રૈના અને જસપ્રીત સિંહ 11 માર્ચે કોર્ટમાં હાજર થશે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના મુખ્ય કોમેડિયન સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ સાયબર સેલ સમક્ષ હાજર થવાનું છે. તેણે સાયબર સેલ પાસેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની પરવાનગી માંગી હતી, જેને નકારી કાઢવામાં આવી. મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા સમય રૈના સહિત કુલ 40 લોકોને સમન્સ જારી કરવામાં આવ્યા હતા.

આ સાથે રણવીર અલ્હાબાદિયાને બીજું સમન્સ જારી કરવામાં આવ્યું છે. તેને 24 ફેબ્રુઆરીએ હાજર થવાનું છે. રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સેટ પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી આ સમગ્ર હોબાળો થયો હતો. આ કિસ્સામાં મહારાષ્ટ્ર સાયબર સેલે સમયના શોના વિવાદાસ્પદ એપિસોડને દૂર કરવાનો આદેશ આપ્યો. પોતાનો એપિસોડ ડિલીટ કર્યા પછી કોમેડિયનએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!