વિદેશની ધરતી પર ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતી યુવક-યુવતીના મોત, સ્ટૂડન્ટ વિઝા પર ગયા હતા કેનેડા

Source :કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતી યુવક-યુવતીના મોત, બંને સ્ટૂડન્ટ વિઝા પર હતાં
કેનેડાના બ્રેમ્પ્ટનમાં ટ્રક-કારનો ભયાનક એક્સિડન્ટ:ભરૂચનો વિદ્યાર્થી અને અમદાવાદની વિદ્યાર્થિની સહિત 3ના મોત, આમોદના MLAએ મૃતદેહ વતનમાં લાવવા માગ કરી
ભરૂચના 25 વર્ષીય યુવકને કેનેડામાં નડ્યો ભયાનક અકસ્માત; કાર અને ટ્રકની અથડામણમાં કરૂણ મોત

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતી કે ભારતીયોના મોતની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક આવો મામલો સામે આવ્યો. કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો અને આ દુર્ઘટનામાં ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં 2 યુવક અને એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નિપજ્યુ છે.

આ અકસ્માત ટ્રક-કાર વચ્ચે થયો હતો. એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થિની અમદાવાદની હોય એવી માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતકમાં એક યુવક ભરૂચના આમોદનો છે, જેનું નામ ઋષભ લીંબચીયા હોવાનું અને તે 23 વર્ષનો હોવાનું સામે આવ્યુ છે. ઋષભ લીંબાચીયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં હતો.

મળતી માહિતી મુજબ ઋષભ ટોરોન્ટોમાં રહેતો હતો અને અલગોમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો. ઋષભના મોત બાદ આમોદ જંબુસરના MLAએ ઋષભનો મૃતદેહ વતનમાં લાવવા માગ કરી છે. આ અકસ્માતની ઘટના ત્યાંથી પસાર થઈ રહેલ એક વાહનચાલકના કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ હતી. ઋષભનું આકસ્મિક અવસાન થતાં પરિવાર સહિત સ્થાનિક સમાજમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!