સાઉથના દિગ્ગજ રજનીકાંત સાથે ફિલ્મ બનાવનાર ફિલ્મ મેકરે ગોવામાં કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

રજનીકાંતની સુપરહિટ ફિલ્મ ‘કબાલી’ પ્રોડ્યુસ કરનાર પ્રોડ્યુસર કેપી ચૌધરીનું નિધન થયું છે. ખમ્મમ જિલ્લાના રહેવાસી કેપી ચૌધરીનું પૂરું નામ શંકરા કૃષ્ણ પ્રસાદ ચૌધરી છે. અહેવાલો અનુસાર, અધિકારીઓએ પુષ્ટિ કરી કે કેપી ચૌધરીનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું છે. જણાવી દઈએ કે, કેપી ચૌધરીની સાઇબરાબાદ પોલીસે વર્ષ 2023માં ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી.

અહેવાલ મુજબ, પોલીસે તેના નિવેદનમાં કહ્યું, “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેપી ચૌધરી છેલ્લા 6-7 મહિનાથી ભાડાના ફ્લેટમા્ં એકલો રહેતો હતો. શરૂઆતી નિવેદન અનુસાર, સવારે જ્યારે કેપી ચૌધરીએ તેમના મિત્રોના ફોન ઉપાડ્યા નહીં ત્યારે તેઓએ ફ્લેટના માલિકને ફોન કર્યો. કોલ પર વાત કર્યા પછી જ્યારે ફ્લેટ માલિક કેપી ચૌધરીની તપાસ કરવા ગયો ત્યારે તેણે કેપી ચૌધરીની લાશ લટકતી હાલતમાં જોઈ અને તરત જ પોલીસને જાણ કરી.

ખમ્મમ જિલ્લાના બોનાકલના રહેવાસી કેપી ચૌધરીએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ તરીકે કામ કર્યું. વર્ષ 2016માં કેપી ચૌધરી ‘કબાલી’ નું નિર્માણ કરીને નિર્માતા બન્યો. તેણે ‘સરદાર ગબ્બર સિંહ’, ‘સીતામ્મા વકિત્લો સિરિલમલ્લે ચેટ્ટુ’ અને ‘કનિતન’ ના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ પણ ખરીદ્યા હતા.

Shah Jina