આ દિગ્ગજ બૉલીવુડ સેલિબ્રિટીએ કહ્યું મહાકુંભ દુર્ઘટના પછી લાશો પાણીમાં નાખવામાં આવી….જાણો સમગ્ર મામલો

મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે નિવેદનોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ કિનારે થયેલ દુર્ઘટના અંગે યુપી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો કે અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

જયા બચ્ચને સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે વાસ્તવિક મુદ્દાઓને અવગણવામાં આવી રહ્યા છે. ત્યાં આવતા સામાન્ય શ્રદ્ધાળુઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. જયા બચ્ચને કુંભમાં આવતા લોકોની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે કે કરોડો લોકો કુંભમાં આવ્યા છે.

એક જ સમયે આટલા બધા લોકો ત્યાં કેવી રીતે ભેગા થઈ શકે ? તેમનું કહેવું છે કે સરકાર દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને તેનો કોઈ નક્કર આધાર નથી. જયા બચ્ચને કુંભ મેળામાં ભક્તોને આપવામાં આવતી સુવિધાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી.

તેમનો આરોપ છે કે વહીવટીતંત્ર અને સરકાર ફક્ત મોટા દાવા કરી રહ્યા છે પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક બીજી જ છે. તેમણે મીડિયાને અપીલ કરી કે તેઓ આ મામલાનું સત્ય દુનિયા સમક્ષ લાવે અને સરકારને જવાબદાર ઠેરવે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અને અંધાધૂંધીને લઈને રાજકારણ ગરમાયું છે. જયા બચ્ચનના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે અને સરકાર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!