રેપર રફતારે મનરાજ જવંદા સાથે કર્યા લગ્ન, સામે આવી દુલ્હા-દુલ્હનની પહેલી તસવીરો- 5 વર્ષ પહેલા થયા હતા છૂટાછેડા
લગ્નના બંધનમાં બંધાયા રફતાર-મનરાજ ! છૂટાછેડાના 5 વર્ષ બાદ કર્યા બીજા લગ્ન, વાયરલ તસવીરોએ ચાહકો વચ્ચે મચાવી સનસની
મશહૂર રેપર, મ્યુઝિશિયન અને ડાંસર રફ્તારે બીજા લગ્ન કરી લીધા છે. દિલીન નાયર ઉર્ફે રફ્તારના લગ્ન 31 જાન્યુઆરી 2025, શુક્રવારના રોજ સ્ટાઇલિસ્ટ અને અભિનેત્રી મનરાજ જવંદા સાથે થયા. તેમના લગ્નની પહેલી તસવીરો સામે આવી છે, જેમાં રેપર મંડપમાં મનરાજને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે.
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રફ્તાર એ તેની ભૂતપૂર્વ પત્ની કોમલ વોહરાથી છૂટાછેડા લીધાના પાંચ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા છે. રફ્તાર એક મલયાલી પરિવારનો છે, જેના કારણે તેના લગ્ન પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીમાં થયા. વાયરલ થઈ રહેલી તસવીરોમાં રફ્તાર અને મનરાજ લગ્નના મંડપમાં બેઠા છે.
આ ખાસ પ્રસંગ માટે કપલે ઓફ-વ્હાઇટ આઉટફિટ પહેર્યો હતો, જેમાં સોનેરી રંગનો સ્પર્શ હતો. રફતાર અને મનરાજના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગઇ. જો કે રફતારે હજુ ઓફિશિયલી તેના એકાઉન્ટ્સ પર લગ્નની તસવીરો શેર નથી કરી. રફ્તારનું સાચું નામ કલાથિલકુઝિલ દેવદાસન દિલીન નાયર છે.
તેનો જન્મ 16 નવેમ્બર 1988ના રોજ કેરળના ત્રિવેન્દ્રમ (તિરુવનંતપુરમ)માં થયો હતો. તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે. આવી સ્થિતિમાં રફ્તારનો ઉછેર રાષ્ટ્રીય રાજધાનીમાં જ થયો હતો. ડિસેમ્બર 2016ની શરૂઆતમાં રેપરે ટીવી અભિનેતા કરણ વોહરા અને કુણાલ વોહરાની બહેન કોમલ વોહરા સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ પછી 2020માં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી.
કોવિડ-19 રોગચાળાને કારણે કાનૂની કાર્યવાહીમાં વિલંબ થયો અને અંતે રફ્તાર અને કોમલના 6 ઓક્ટોબર 2022 ના રોજ છૂટાછેડા થયા. ત્યારે હવે અલગ થયાના પાંચ વર્ષ બાદ રફ્તારે મનરાજ સાથે લગ્ન કર્યા છે. કપલની હલ્દી અને સંગીત સેરેમની ગુરુવારે યોજાઇ હતી.
Raftaar ties the knot again! 🎊💍 The rapper marries Manraj Jawanda in a beautiful ceremony. ❤️ #hintt pic.twitter.com/YbfSs1CM1r
— HINTT (@hinttmedia) January 31, 2025
સંગીત સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રફ્તાર અને મનરાજ ‘સપનો મેં મિલતી હૈ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. રફ્તારની પત્ની મનરાજ એક કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ છે અને ફિટનેસ ફ્રીક પણ છે. મનરાજે ઘણી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. બંને પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા હતા.
Krsna and Karma in Raftaar’s Haldi ceremony 😍 pic.twitter.com/ISimms9weF
— K. A. R. M. A (@abishek_sama) January 30, 2025
મનરાજ અને રફ્તાર ‘કાલી કાર’, ‘ઘના કસુતા’ અને ‘શ્રૃંગાર’ જેવા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. મનરાજ અનેક ટીવી જાહેરાતો અને રિયાલિટી ટેલિવિઝન શોનો પણ ભાગ રહી ચૂકી છે.