લીલાવતી હોસ્પિટલ 10 મિનિટ દૂર તો પણ સૈફ અલી ખાન પહોંચ્યો દોઢ કલાકે…જાણો

10 મિનિટ દૂર અને દોઢ કલાકે પહોંચ્યો લીલાવતી હોસ્પિટલ, દીકરો નહિ આ વ્યક્તિ સૈફને લઇ ગયો હતો હોસ્પિટલ

હુમલાના દોઢ કલાક બાદ હોસ્પિટલ પહોંચ્યો સૈફ, દીકરા ઇબ્રાહિમે નહિ પણ આ શખ્સે પહોંચવામાં કરી મદદ

15 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે 2 વાગ્યે એક ઘુસણખોર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યા બાદ અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પાંચ દિવસ પછી અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે પોતાના ઘરે પાછો ફર્યો. જો કે, આ દરમિયાન ઘણા અહેવાલો દાવો કરી રહ્યા છે કે સૈફને હોસ્પિટલમાં લઈ જનાર તૈમૂર કે ઇબ્રાહિમ નહીં પણ કોઈ બીજું હતું.

સૈફ અલી ખાન પર થયેલા હુમલા પછી સમાચાર આવ્યા કે ઇબ્રાહિમ અલી ખાન તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પછી સમાચાર આવ્યા કે ઇબ્રાહિમ નહીં પણ 8 વર્ષનો તૈમૂર ઘરના કામદાર સાથે પિતાને ઓટોરિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે, હવે એક અલગ જ વળાંક સામે આવ્યો. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયેલા મેડિકલ-લીગલ રિપોર્ટ અનુસાર, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લાવનાર વ્યક્તિ અભિનેતાનો મિત્ર અફસર ઝૈદી છે.

હોસ્પિટલમાં પહોંચ્યા પછી તેમણે જ સારવાર દરમિયાન બધી વિગતો ભરી હતી. તે બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવે છે અને તેણે ઘણા બોલિવૂડ સેલેબ્સની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તે હ્રતિક રોશનના ફિટનેસ બ્રાન્ડ HRX ના સહ-સ્થાપક અને CEO છે. આ ઉપરાંત તે એક મેનેજમેન્ટ ફર્મ પણ ચલાવે છે, જેની સાથે ઘણી સેલિબ્રિટીઓ સંકળાયેલી છે.

લીલાવતી હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા મેડિકલ રિપોર્ટ મુજબ, સૈફ અલી ખાનને સવારે 4:11 વાગ્યે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે હુમલો 2:30 વાગ્યા આસપાસ થયો હતો. લીલાવતી હોસ્પિટલ સૈફના બાંદ્રા સ્થિત ઘરથી માત્ર 10 થી 15 મિનિટ દૂરી પર છે. આવી સ્થિતિમાં, અભિનેતાને હોસ્પિટલ પહોંચવામાં દોઢ કલાકથી વધુ સમય કેમ લાગ્યો ? આ પ્રશ્ન લોકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે.

સૈફ અલી ખાન પર થયેલા હુમલા દરમિયાન તેમના શરીર પર પાંચ જગ્યાએ ઈજાઓ થઈ હતી. ગુરુવારે બહાર આવેલા મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે કે સૈફ પર થયેલી ઈજાઓનું કદ 0.5 સેમીથી 15 સેમી સુધી હતું. હોસ્પિટલના ડોક્ટરોએ અગાઉ પુષ્ટિ આપી હતી કે તેની કરોડરજ્જુ, ગરદન અને હાથ પર છરાના અનેક ઘા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને પીઠ, કાંડા, ગરદન, ખભા અને કોણીમાં ઈજાઓ થઈ છે.

Shah Jina