વાયરલ ગર્લ મોનાલિસાએ છોડ્યો મહાકુંભ, વીડિયો શેર કરી જણાવ્યુ કારણ

મોનાલિસાએ મહાકુંભ 2025 કેમ છોડ્યો ? વાયરલ ગર્લે પોતે જણાવી આપવીતી

મહાકુંભ મેળામાં ઘણા લોકો રાતોરાત પ્રખ્યાત થઈ ગયા. તેમાંથી એક છે મધ્યપ્રદેશના મહેશ્વરની મોનાલિસા ભોંસલે, જે પ્રયાગરાજ મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવી હતી અને રાતોરાત વાયરલ થઈ ગઈ, જો કે મોનાલિસાની સાદગી અને તેની વાદળી આંખો તેના માટે સમસ્યા બની ગઈ છે.

લોકો મોનાલિસા સાથે ફોટા પાડવા અને વીડિયો બનાવવા માટે તેની પાછળ પડે છે. દીકરી મોનાલિસા પર વધતા જોખમને જોઈને પરિવારે મહાકુંભ છોડવાનો નિર્ણય કર્યો. ગુરુવારે મોનાલિસા તેના પરિવાર સાથે ટ્રેન દ્વારા મધ્યપ્રદેશના મહેશ્વર પરત ફરી છે. મોનાલિસાએ તેના એક્સ હેન્ડલ પર ચાહકો માટે ટ્રેનમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો.

વીડિયોમાં, મોનાલિસા કહી રહી છે કે મારે મારા પરિવાર અને મારી સુરક્ષા માટે ઇન્દોર પાછા જવું પડશે. જો શક્ય હોય તો, હું આગામી મહાકુંભ માટે પાછી આવીશ. મને આ રીતે પ્રેમ કરતા રહો. બધાના સમર્થન અને પ્રેમ બદલ હૃદયપૂર્વક આભાર. વીડિયોને લાઈક અને શેર કરતા રહો.

તાજેતરમાં, મોનાલિસાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેના પરિવારના સભ્યો તેને ભીડથી બચાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Monalisa (@_monalisa_official)

Shah Jina