કલાબાજ વાંદરાએ પતંગબાજીમાં માણસોને આપી ટક્કર, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
વાંદરાઓ તેમના ચહેરા દ્વારા તેમની લાગણીઓને વ્યક્ત કરવામાં માહેર હોય છે. આવી સ્થિતિમાં તેમનો અનોખો સ્વભાવ ઘણીવાર મનુષ્યને તેમની તરફ આકર્ષિત કરે છે. ગુપ્ત રીતે ખોરાક ખાવાથી માંડીને માણસોની નકલ કરવા સુધી, વાંદરાઓની ક્રિયાઓ લોકોનું ઘણું મનોરંજન કરે છે.
હાઉસફુલ જેવી ફિલ્મોમાં પણ વાંદરાઓનો ઉપયોગ સીનને વધુ મજેદાર બનાવવા માટે કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે એક વાંદરાએ દોરી સંભાળતા પતંગ ઉડાવીને તમામ ઈન્ટરનેટ યુઝર્સને દંગ કરી દીધા છે. વીડિયો રેકોર્ડ કરનારા લોકો પણ વાંદરાને આવું કરતા જોઈને ચોંકી જાય છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વાંદરો છત પર પતંગ ઉડાડતો જોઈ શકાય છે.
ક્લિપમાં વાંદરો દોરીને હાથથી પકડીને પતંગને ઢીલો કરી નજીક ખેંચતો જોવા મળે છે. તેના પરાક્રમનો વીડિયો રેકોર્ડ કરી રહેલા લોકો ‘ઓયે ઓયે’ બૂમો પાડતા પણ વીડિયોમાં સંભળાય છે. વીડિયોને કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે કે ‘આ બનારસ છે, જ્યાં વાંદરાઓ પણ પતંગ ઉડાવે છે’.
View this post on Instagram