પહેલી મુલાકાતમાં દુલ્હને બતાવ્યા તેવર, જીવનમાં આગળ શું થશે તેનો અંદાજ વીડિયો જોઇ આવી જોઇ આવી જશે

ઈન્ટરનેટ પર લગ્ન સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હન વચ્ચે એક રસપ્રદ ઘટના બને છે. વીડિયોની શરૂઆત જયમાલા સેરેમનીથી થાય છે, જ્યાં વરરાજા પહેલાથી જ સ્ટેજ પર હાજર દુલ્હનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યો હતો. દુલ્હન સ્ટેજ પર આવતાની સાથે જ વરરાજાએ હાથ લંબાવ્યો, પરંતુ દુલ્હન તેને ઝટકો આપે છે, જેના કારણે વરરાજા સ્ટેજ પર પડી જાય છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વિડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વરરાજા પડતાની સાથે જ સ્ટેજ પર હાજર લોકો ચોંકી જાય છે, પરંતુ દુલ્હન હસતી જોવા મળે છે, તેને કોઈ અફસોસ નથી. આ ઘટના બાદ વરરાજા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો, જ્યારે દુલ્હનની પ્રતિક્રિયા વધુ ચોંકાવનારી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો દુલ્હનના આ વિચિત્ર અને અણધાર્યા વર્તન પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને રમુજી અને મનોરંજક ઘટના ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકોએ દુલ્હનના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by THE ADULT SOCIETY (@adultsociety)

Shah Jina
error: Unable To Copy Protected Content!