COLDPLAY નો શો જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો જસપ્રીત બુમરાહ, ક્રિસ માર્ટિને ગાયુ તેના માટે સ્પેશિયલ ગીત
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે એ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં ભારત પ્રવાસનો છેલ્લો શો રજૂ કર્યો. કોલ્ડપ્લેનો છેલ્લો કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો. આ કોન્સર્ટ માટે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. વિશ્વ વિખ્યાત કોલ્ડપ્લેના લાખો ચાહકો છે. ખાસ કરીને આ રોક બેન્ડના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન વિશે તો શું કહેવું. જ્યારે માર્ટિન ગિટાર વગાડે છે, ત્યારે દર્શકો નાચવા લાગે છે, પરંતુ તે જ ક્રિસ માર્ટિન ભારતીય ક્રિકેટ ટીમના ડેશિંગ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો મોટો ચાહક છે.

ભારત પ્રવાસમાં પોતાના છેલ્લા શો દરમિયાન ક્રિસ એ ટીમ ઈન્ડિયાના આ સુપરસ્ટારને પોતાના દિલની વાત કહી હતી. ક્રિસ માર્ટિન માટે આ પ્રવાસ વધુ ખાસ બની ગયો જ્યારે જસપ્રીત બુમરાહ પોતે તેમનો છેલ્લો કોન્સર્ટ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો. આ પછી શું થયું ? ક્રિસ માર્ટિન પણ પોતાને રોકી શક્યો નહીં અને બુમરાહ માટે એક સુંદર ગીત ગાયુ, જેને કારણે સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ જોવા આવેલા જસપ્રીત બુમરાહ માટે ક્રિસ માર્ટિને ગાયું તે ગીતના હિન્દી શબ્દો કંઈક આ પ્રમાણે હતા, ‘મારા પ્રિય ભાઈ બુમરાહ, તું દુનિયાનો શ્રેષ્ઠ બોલર છે, જ્યારે અમે તને ઈંગ્લેન્ડ સામે એક પછી એક વિકેટ લેતા જોઈએ છીએ ત્યારે સારું નથી લાગતું. જ્યારે ક્રિસ માર્ટિને આ ગીત ગાયુ ત્યારે બુમરાહ પણ સ્તબ્ધ થઈ ગયો.

જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ હાલમાં વિશ્વનો નંબર વન ફાસ્ટ બોલર છે. સૌથી મોટો બેટ્સમેન પણ બુમરાહ સામે રમવાથી ખચકાય છે. એટલા માટે ક્રિસ માર્ટિન તેનો ચાહક છે. ઈંગ્લેન્ડ પણ વિશ્વની એક મોટી ક્રિકેટ ટીમ હોવાથી, બુમરાહ તેમની સામે પણ ભારે તબાહી મચાવે છે. આ જ કારણ છે કે ફેન હોવા છત્તાં માર્ટિન જ્યારે વિકેટ લે છે ખાસ કરીને ઇંગ્લેન્ડ સામે ત્યારે ખરાબ લાગે છે.
View this post on Instagram