નોકરી છૂટી, લગ્ન તૂટ્યા, હવે સૈફના ઘર બહાર…અટકાયતમાં લેવામાં આવેલ યુવકનો પોલિસ પર ફૂટ્યો ગુસ્સો, પૂછ્યુ- મૂછો પણ ના દેખાઇ ?
અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલામાં શંકાસ્પદ તરીકે અટકાયત કરાયેલા વ્યક્તિનું આખું જીવન બદલાઈ ગયું છે. પોલીસ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ આકાશ કનોજિયાએ આરોપ લગાવ્યો કે મુંબઈ પોલીસની એક ભૂલે તેનું જીવન બરબાદ કરી દીધું. તેણે કહ્યું કે તે તેની ભાવિ દુલ્હનને મળવા જઇ રહ્યો હતો, જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેના લગ્ન પણ તૂટી ગયા અને તેને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો.
છત્તીસગઢના દુર્ગમાં અટકાયતમાં લેવાયેલા આકાશ કનોજિયાએ કહ્યું કે પોલીસ કાર્યવાહી બાદ તેનું જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. તેની પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનામીનો સામનો કરી રહ્યો છે. કનૌજિયાએ કહ્યું, “જ્યારે મીડિયાએ મારા ફોટા બતાવવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું ત્યારે મારો પરિવાર આઘાત પામ્યો અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.
મુંબઈ પોલીસની એક ભૂલે મારું જીવન બરબાદ કરી દીધું. તેઓ એ વાત પર ધ્યાન આપી શક્યા નહીં કે મારી મૂછો છે અને અભિનેતાના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિની મૂછો નહોતી. ઘટના પછી મને પોલીસનો ફોન આવ્યો અને તેઓએ મને પૂછ્યું કે હું ક્યાં છુ? મેં તેમને કહ્યું કે હું ઘરે છું, ત્યારે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. હું મારી થવા વાળી દુલ્હનને મળવા જઈ રહ્યો હતો ત્યારે મને દુર્ગમાં અટકાયતમાં લેવામાં આવ્યો અને પછી રાયપુર લઈ જવામાં આવ્યો. ત્યાં પહોંચેલી મુંબઈ પોલીસની ટીમે મને પણ માર માર્યો.
છૂટ્યા બાદ માતાએ ઘરે આવવા કહ્યું, પરંતુ તે પછી તેનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જ્યારે મેં મારા એમ્પ્લોયરને ફોન કર્યો, ત્યારે તેણે મને કામ પર ન આવવા કહ્યું. તેણે મારી વાત સાંભળવાની ના પાડી. આ પછી, મારી દાદીએ મને કહ્યું કે મારી ધરપકડ પછી મારી થનારી દુલ્હનના પરિવારે લગ્નની વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. કનૌજિયાએ દાવો કર્યો હતો કે લાંબા સમય સુધી સારવાર બાદ તેના ભાઈનું મૃત્યુ થયું હતું. જેના કારણે તેના પરિવારને વિરારમાં પોતાનું ઘર વેચીને શિફ્ટ થવું પડ્યું.
કનૌજિયાએ કહ્યું, “મારી વિરુદ્ધ કફ પરેડમાં બે અને ગુરુગ્રામમાં એક કેસ નોંધાયેલ છે. પણ એનો અર્થ એ નથી કે મને આ રીતે શંકાસ્પદ તરીકે ધરપકડ કરવામાં આવે અને પછી મને અંધાધૂંધ સ્થિતિમાં છોડી દેવામાં આવે. હું સૈફ અલી ખાનના મકાનની બહાર ઊભા રહીને નોકરી માંગવાનું વિચારી રહ્યો છું કારણ કે તેની સાથે જે બન્યું તેનાથી મેં બધું ગુમાવી દીધું છે.”