લગ્નના ઠીક પહેલા થયુ કંઇક એવું કે…દુલ્હનને ઘરની બહાર નીકાળવા લાગ્યા ઘરવાળા- જુઓ વીડિયો
લગ્ન સાથે જોડાયેલો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન અને તેનો પરિવાર મસ્તી કરતો જોવા મળે છે. વીડિયોમાં, દુલ્હન સ્ટેજ પર બેઠી છે ત્યારે તેના પરિવારના સભ્યો મજાકમાં તેને એવું કહીને ચીડવે છે કે, “ગાડી વાલા આયા, ઘર સે કચરા નિકાલ…!”
આ સાંભળીને દુલ્હનને થોડું આશ્ચર્ય થાય છે, પણ ટૂંક સમયમાં જ તે સમજી જાય છે કે આ બધું મજાક છે. દુલ્હનને આ મજાકથી બિલકુલ વાંધો નથી અને તે પરિવારના સભ્યો સાથે ખુલ્લેઆમ આ ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. પરિવારના સભ્યોની તોફાન વાતાવરણને હળવું અને ખુશનુમા બનાવે છે, અને દુલ્હન પણ તેમની મજાનો ભાગ બનીને ખૂબ હસે છે.
આ વીડિયો લગ્નની ખુશી અને પરિવારની અનોખી મજાકનું ઉત્તમ ઉદાહરણ છે. જેને bridal_lehenga_designn નામના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram