મહાકુંભમાં જતા ગુજરાતીઓનો સૌથી મોટો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત 3 લોકોના મોત, જુઓ તસવીરો

મધ્યપ્રદેશના જબલપુર નજીક અરવલ્લીના મહાકુંભ યાત્રીઓને નડેલા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ધનસુરાના લાલુકંપા ગામના દંપતી સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે. આ દુર્ઘટના કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાઈ હતી.

ધોળકા-ખેડા હાઈવે પર સહીજ ગામ પાસે આઈસર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટના ગોંડલ રોડ પર એક હૃદયદ્રાવક ઘટના બની છે. રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને પૂરઝડપે આવતા બાઈક ચાલકે ટક્કર મારતાં તેમનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

કાલાદેહી નજીક તીવ્ર ગતિએ આવી રહેલી ઇનોવા ક્રિસ્ટા કાર અચાનક બેકાબૂ થઈને પુલિયા સાથે અથડાઈ હતી અને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની વિનોદ પટેલ અને શિલ્પા પટેલ તેમજ નીરૂ પટેલનો સમાવેશ થાય છે. નીરૂ પટેલ ઘાયલ થયેલા નરેશ પટેલના પત્ની હતા. બરગી પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને મૃતકોના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરી દીધી છે.

આ અકસ્માત એચલો ગંભીર હતો કે, કારમાં સવાર 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

YC