શું તમે જોયું છે પોતાના કર્મનું ઇન્સટન્ટ ફળ…! જો ના તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ લો. જેમાં એક ઓટો રિક્ષા ચાલકની એક નાની ભૂલના કારણે તેની ઓટો પલટી મારી ગઇ. વાયરલ વીડિયો તમિલનાડુના કાદયાનલ્લૂર હોવાનું કહેવાય છે. આ ઘટના 20 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4:50 વાગ્યે બની હતી.
આ માહિતી CCTV ફૂટેજ જોઈને જાણી શકાય છે. વાયરલ ક્લિપમાં જે જોવા મળ્યુ તેને લોકો ‘કર્મ’ સાથે જોડી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં એક બાળક સાયકલ પર જતો જોઈ શકાય છે. આ દરમિયાન એક ઓટો રિક્ષા જે ત્યાંથી જ પસાર થઈ રહી છે તે છોકરાને ટપલી મારવા ઓટોમાંથી પોતાનો હાથ બહાર કાઢે છે. જો કે આ સમયે જ તે પોતાનું સંતુલન ગુમાવે છે અને ઓટો પલટી મારી જાય છે.
હવે આ 11 સેકન્ડની ક્લિપ જોયા પછી, યુઝર્સ ઓટો ડ્રાઈવર સાથેની ઘટનાને ‘કર્મનું ફળ’ કહેતા જોવા મળે છે. X પર આ વિડીયો પોસ્ટ કરતા, @thinak_ એ લખ્યું – કાદયાનલ્લૂરમાં ડ્રાઇવરે સાયકલ ચલાવતા છોકરાને રસ્તો ક્રોસ કરતી વખતે હાથ વડે ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે ઓટો રિક્ષા પલટી ગઈ.
Autorickshaw toppled as the driver tried to hit a boy riding a bicycle with his hand while crossing him in Kadayanallur pic.twitter.com/J75pvIZ96p
— Thinakaran Rajamani (@thinak_) January 21, 2025